ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ઇઝરાયલ-ફ્રાંસ દેશના નાગરિકોએ સુશાંતસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

સુશાંતસિંહ રાજપૂતના નિધનના સમાચારની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાઈ છે. ઇઝરાયલ તરફથી વિદેશ મંત્રાલયના જનરલ અને ડેપ્યૂટી ડાયરેક્ટર ગીલાડ કોહેને સુશાંતને શ્રદ્ધાંજલિ આપતા ‘સાચો મિત્ર’ ગણાવ્યો હતો.

ઇઝરાયેલ અને ફ્રાંસ તરફથી પણ સુશાંતને અપાઈ શ્રદ્ધાંજલિ
ઇઝરાયેલ અને ફ્રાંસ તરફથી પણ સુશાંતને અપાઈ શ્રદ્ધાંજલિ

By

Published : Jun 18, 2020, 5:22 PM IST

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને પગલે ઇઝરાયેલના વિદેશ મંત્રાલયના જનરલ અને ડેપ્યૂટી ડાયરેક્ટર ગીલાડ કોહેને સુશાંત ને શ્રદ્ધાંજલિ આપતા ‘સાચો મિત્ર’ ગણાવ્યો હતો.

તેમણે ટ્વીટમાં જણાવ્યું કે, “સુશાંતના જવા પર પરિવારને મારી સંવેદનાઓ. તમને યાદ કરવામાં આવશે.”

આ સાથે જ ટ્વીટમાં સુશાંતની ફિલ્મ 'ડ્રાઈવ'ના ગીત ‘મખના’ની લિંક પણ શેર કરવામાં આવી હતી. 'ડ્રાઈવ'નું શૂટિંગ ઇઝરાયલમાં કરવામાં આવ્યું હતું. જેમાં તેની સાથે જેક્વેલિન ફર્નાન્ડિઝ, સપના પબ્બી અને બોમન ઇરાનીએ કામ કર્યુ હતું .

ઉપરાંત, ફ્રાંસની એક યુનિવર્સિટીએ પણ તેની વેબસાઇટ પર સુશાંતને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમાં લખવામાં આવ્યું છે કે, “ સુશાંતે 2019 માં યુનિવર્સિટીના આમંત્રણને માન આપી મુલાકાત લીધી હતી. વ્યસ્તતાને લીધે તેઓ સ્ટ્રસબર્ગ ન યાત્રા કરી શક્યા નહીં. સુશાંતના મિત્રો અને પરિવાર માટે પ્રાર્થનાઓ. તેઓ ભારત અને દુનિયાના લોકોની યાદોમાં જીવંત રહેશે.”

ABOUT THE AUTHOR

...view details