ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Ishq Nahi Karte Song Release: ઇમરાન હાશ્મીએ તેના જન્મદિવસ પર ચાહકોને આપી સોગાદ

ઈમરાન હાશ્મીએ તેના ચાહકોને તેના જન્મદિવસ (Imran Hashmi Birthday) પર એક નવા ગીતના (Ishq Nahi Karte Song Release) રૂપમાં ભેટ આપી છે. આ ગીત બી પ્રાક અને જાનીની જોડીએ કમ્પોઝ કર્યું છે.

Ishq Nahi Karte Song Release: ઇમરાન હાશ્મીએ તેના જન્મદિવસ પર ચાહકોને આપી સોગાદ
Ishq Nahi Karte Song Release: ઇમરાન હાશ્મીએ તેના જન્મદિવસ પર ચાહકોને આપી સોગાદ

By

Published : Mar 24, 2022, 1:33 PM IST

ન્યૂઝ ડેસ્ક:ઈમરાન હાશ્મી ગુરુવારે 24 માર્ચ તેનો 43મો જન્મદિવસ (Imran Hashmi Birthday) ઉજવી રહ્યો છે.અભિનેતાએ આ મંગળ દિવસ નિમિતે ચાહકો માટે તેનું લેટેસ્ટ વિડિયો આલ્બમ 'ઈશ્ક નહીં કરતે' રિલીઝ (Ishq Nahi Karte Song Release) કર્યું છે. હાલમાં જ 'ઈશ્ક નહીં કરતે' ગીતનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ઈમરાન હાશ્મી આ ગીતમાં ડીસન્ટ લુકમાં જોવા મળી રહ્યો છે.

જાણો ગીતમાં સુર કોનો છે:'ઇશ્ક નહીં કરતે' ગીત પ્રખ્યાત ગાયક બી પ્રાકના કંઠે ગવાયું છે અને જ્યારે તેની પાર્ટનર જાનીએ આ ગીત કવિતા સાથે લખ્યું છે. જાનીની વિશેષતા એ છે, તેઓ તેમનું એકપણ ગીત કવિતા વિના લખતા નથી.

આ પણ વાંચો:બોલિવૂડના સિરિયલ કિસર ઇમરાન હાસમીએ આ અભિનેત્રીઓને કિસ કરી છે, જુઓ તસવીરો...

ગીતમાં આ નવો ચહેરો: આ ગીતમાં અભિનેતા ઇમરામ હાશ્મી સાથે ફરી એકવાર એક નવો ચહેરો જોવા મળ્યો છે. ફિલ્મોમાં નવી છોકરી સાથે કામ કરનાર એક્ટર ઈમરાન હાશ્મીએ વીડિયો આલ્બમમાં આ ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે. આ ગીતમાં ઈમરાન સાથે અભિનેત્રી સહર સમ્બા જોવા મળી રહી છે.

હવે ઇમરાનનો નવો અવતાર મળશે જોવા: મજાની વાત એ છે, ઈમરાન હાશ્મીએ બોલિવૂડની ઘણી હોરર ફિલ્મોમાં કામ કર્યું હતું અને ઘણી ફિલ્મોમાં બોલ્ડ સીન્સ આપીને વાહવાહી મેળવી હતી. જોકે, હવે ઈમરાન હાશ્મીની ઈમેજ સાવ બદલાઈ ગઈ છે. તે હવે 'સિરિયલ કિસર'થી વિલન બની ગયો છે. આગામી દિવસોમાં તે વિલનના પાત્રમાં ધૂમ મચાવનાર છે.

આ પણ વાંચો:HBD Imran Hashmii: જાણો કેવી રીતે ઈમરાન હાશ્મી બન્યો 'સિરિયલ કિસર'? હવે તેમની વિચારસરણી બદલાઈ

ABOUT THE AUTHOR

...view details