મુંબઇ: અભિનેતા ઇશાન ખટ્ટર આગામી વૉર ફિલ્મમાં બ્રિગેડિયર બલરામ સિંહની ભૂમિકા નિભાવશે.
અભિનેતા ઇશાન ખટ્ટર વૉર એક્શન ફિલ્મ 'પિપ્પા' માં કમાન્ડરની ભૂમિકામાં મળશે જોવા - એરલિફટના નિર્માતા રાજા કૃષ્ણ મેનન
રોમેન્ટિક ફિલ્મ 'ધડક' થી બૉલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેતા ઇશાન ખટ્ટર એક વૉર ફિલ્મમાં જોવા મળશે. 'એરલિફટ' ના નિર્માતા રાજા કૃષ્ણ મેનન દ્વારા નિર્દેશિત 'પિપ્પા' નામની આ ફિલ્મમાં ઈશાન જોવા મળશે. આ ફિલ્મમાં ઇશાન બ્રિગેડિયર બલરામસિંહ મહેતાની ભૂમિકા નિભાવશે. ફિલ્મ આવતા વર્ષના અંતમાં આવી શકે છે.
આ ફિલ્મનું નામ 'પિપ્પા' છે. જે 'એરલિફટ'ના નિર્માતા રાજા કૃષ્ણ મેનન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. ટેન્ક યુદ્ધ ફિલ્મમાં કામને લઇને ઇશાને જણાવ્યું કે, હું આ મહત્વપૂર્ણ ફિલ્મનો હિસ્સો બનવા તૈયાર છું. આ ફિલ્મમાં કમાન્ડર કેપ્ટન બલરામ મહેતાની ભૂમિકા નિભાવવી સમ્માનની વાત છે. મને 'પિપ્પા' ના રોમાંચક અનુભવની પ્રતિક્ષા છે.
'પિપ્પા' રવિન્દ્ર રંધાવા, તન્મય મોહન અને રાજા મેનન દ્વારા સહ લેખિત છે. ફિલ્મને રોની સ્ક્રૂવાલા અને સિદ્ધાર્થ રૉય કપુર સાથે મળીને પ્રોડયૂસ કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષના અંતમાં સિનેમાઘરોમાં જોવા મળશે.