અભિનેતા ઈશાન ખટ્ટરે બોડીને પરફેક્ટ શૅપમાં લાવવા માટે ઘણી મહેનત કરી છે. જેની તસવીરો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામમાં શેર કરી છે. આ તસ્વીરમાં તેની પહેલી ફિલ્મ 'બિયૉન્ડ ધ ક્લાઉડ્સ' અને ત્રીજી ફિલ્મ ખાલીપીલી દરમિયાન કરેલું બૉડી ટ્રાન્સફોર્મેશન દર્શાવ્યું છે.
ઈશાન ખટ્ટરે બોડી ટ્રાન્સફૉર્મેશનની તસ્વીર કરી શેર, પોતાની ત્રણ ફિલ્મોની કરાવી સફર - news of ishaan khatter film
મુંબઈઃ ઇશાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શિવારે પોતાના ફોટોગ્રાફ્સ પોસ્ટ કર્યા છે. જેમાં ઇશાનનું બૉડી ટ્રાન્સફૉરમેશન જોવા મળે છે. તેની સાથે ઇશાનની પહેલી ફિલ્મની સફર પણ આ તસવીરમાં જોવા મળે છે.
ishaan khatter
આ તસવીરની કેપ્શનમાં તેણે લખ્યું છે કે, "બિયૉન્ડ ધ ક્લાઉડ્સ' ફિલ્મ વખતની કેટલીક જૂની તસવીર મળી. આ બે તસવીર મારી પહેલી અને ત્રીજી ફિલ્મ સુધીની સફરનો એક ભાગ છે. મિત્રો મારી ફિલ્મી સફરમાં મદદરૂપ થતા રહેજો. ટૂંક જ સમયમાં 'ખાલીપીલી' ફિલ્મ આવી રહી છે. આશા છે કે તમને તે પસંદ આવશે"....