મુંબઈ: એમેઝોન પ્રાઈમ વીડિયોના આગામી શો 'બંદિશ બૈડિટસ'ના ટ્રેલરને 20 જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. જેની દર્શકો પાસેથી ખૂબ સારી આવી પ્રશંસા મળી રહી છે.
શોની સ્ટોરી સંગીતમાં રસ ધરાવનારા એક રાધે નામ નામના વ્યક્તિ પર આધારિત છે. જે તેમના દાદાના શાસ્ત્રીય સંગીતના કદમ પર ચાલવા માગતા હોય છે અને ભારતનો પહેલો પોપ સ્ટાર બનવા માગતો હોય છે.
શોની સ્ટોરી પંડિત રવિશંકરના વાસ્તવિક જીવનને માળતી જોવા મળી રહી છે. પંડિત રવિશંકર આંતરરાષ્ટ્રીય સ્તરના મશહૂર સિતાર વાદક અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત જ્ઞાતા રહી ચૂક્યા છે.
બંદિશ બૈડિટસ શોમાં શ્રેયા ચૌધરી અને ઋત્વિક ભૌમિકે અભિનય કર્યો છે. નસરુદ્દીન શાહ, અતુલ કુલકર્ણી, અમિત મિસ્ત્રી, સીબા રાજેશ તૈલંગ, કુનાલ રોય કપૂર અને રાહુલ કુમાર પણ પ્રમુખ પાત્રોમાં જોવા મળશે.
અમૃત પાલ સિંહ બિન્દ્રા દ્વારા નિર્મિત અને આનંદ તિવારી દ્વારા નિર્દેશિત આ શૃંખલા જોધપુરને પૃષ્ઠભૂમિ પર આધારિત છે.