મુંબઇઃ 53 વર્ષીય બૉલિવૂડ એક્ટર ઇરફાન ખાનનું બુધવારે નિધનય થયું છે. તેમને કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોલોન ઇન્ફેક્શનને કારણે તેમની તબિયત લથડી હતી. આ દુઃખદ સમાચાર સાંભળીને બૉલિવૂડમાં ગમગીનીનો માહોલ છે, ત્યારે તમામ જાણીતી હસ્તીઓ એક્ટરના નિધન પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.
સાઉથ સુપર સ્ટાર કમલ હાસને લખ્યું કે, 'ઇરફાન ખાન, તમે ખૂબ જ જલ્દી ચાલ્યા ગયા... તમારા કામે મને હંમેશા અચંભિત કર્યો છે. તમે એ સર્વશ્રેષ્ઠ કલાકારોમાંના એક છો જેને હું જાણું છું. કદાચ તમે લાંબા સમય સુધી રહ્યા હોત. તમે વધુ સમયના હકદાર હતા. આ સમયે પરિવારને તાકાત મળે.'
આ ઉપરાંત પ્રિયંકા ચોપડાએ લખ્યું કે, 'દરેક વસ્તુમાં તમે જે જાદુ લઇને આવતા હતા, તે શુદ્ધ જાદુ હતો. તમારી પ્રતિભાએ ઘણા લોકો માટે સારા રસ્તાઓ ખોલ્યા છે. તમે અમારામાંના ઘણાને પ્રેરિત કર્યા છે. ઇરફાન ખાન, તમને ખરેખર યાદ કરીશું. પરિવાર પ્રતિ સંવેદના...'
અજય દેવગને લખ્યું કે, 'ઇરફાન ખાનના અસામયિક નિધન વિશે સાંભળીને દિલ તૂટી ગયું. આ ભારતીય સિનેમા માટે એક અપૂર્ણીય ખોટ છે. તેમની પત્ની અને બાળકો પ્રતિ સંવેદના...'
આ ઉપરાંત કાજોલે પણ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં લખ્યું કે, 'સાંભળીને ખૂબ જ દુઃખ થયું. મારી સંવેદના પરિવારવાળાની સાથે છે. આ સમયે તેમને શક્તિ મળે. આત્માને શાંતિ મળે...'
અક્ષય કુમારે લખ્યું કે, 'ખૂબ જ ભયાનક સમાચાર... અમારા સમયના સૌથી શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક #ઇરફાનખાનના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. ઇશ્વર તેમના પરિવારને આ કઠીન સમયમાં શક્તિ અર્પે.'
બૉલિવૂડના દિગ્ગજ અમિતાભ બચ્ચને લખ્યું કે, 'ઇરફાન ખાનના નિધન વિશે માહિતી મળી. આ સૌથી હેરાન કરાનારા દુઃખદ સમાચાર છે. એક અવિશ્વસનીય પ્રતિભા... એક મહાન સહયોગી... સિનેમાની દુનિયા માટે એક શાનદાર યોગદાનકર્તા... આપણને જલ્દી છોડીને ચાલ્યા ગયા... પ્રાર્થના અને દુઆ...'
કરણ જોહરે ટ્વીટ કરીને લખ્યું કે, 'તે ઉત્તમ ફિલ્મોની યાદો માટે આભાર. આપણા સિનેમાના સમૃદ્ધ કરવા માટે આભાર. અમે તમને ખૂબ જ યાદ કરીશું, પરંતુ હંમેશા તમારી ઉપસ્થિતિ માટે જીવનભર આભારી રહેશે. આપણું સિનેમા... તમને સલામ કરે છે.'
અનુપમ ખેરે પણ એક વીડિયો શેર કરતા ઇરફાન ખાનને અલવિદા કહ્યું હતું. તેમણે લખ્યું કે, એક પ્રિય મિત્ર, ઉત્તમ કલાકરોમાંના એક અને અદ્ભુત માણસ #Irrfankhanના નિધનના સમાચારથી વધુ દુઃખદ હોય શકે નહીં. દુઃખદ દિવસ... તેમની આત્માને શાંતિ મળે...
આ ઉપરાંત સાઉથ સ્ટાર મહેશ બાબુએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. એક શાનદાર અભિનેતા ખૂબ જ જલ્દી ચાલ્યા ગયા. તેમને ખરેખર ખૂબ જ યાદ કરવામાં આવશે. પરિવાર અને પ્રિયજનો પ્રતિ સંવેદના...
આ ઉપરાંત પણ ઘણા સેલેબ્સ પોતાના સોશિયલ મીડિયામાં દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ઇટીવી ભારત તરફથી પણ એ જ પ્રાર્થના કે, તેમની આત્માને શાંતિ મળે...