ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેતા ઈરફાન ખાનની માતા સઈદા બગેમનું નિધન - ઇરફાન ખાન માતા નિધન

અભિનેતા ઈરફાન ખાનની માતા સઈદા બેગમનું શનિવારે નિધન થયું છે. જેમની અંતિમવિધિ સાંજે કરવામં આવશે. લોકડાઉનને કારણે ઈરફાન ખાન અતિંમવિધિમાં સામેલ થશે કે નહી એ પણ એક દુવિધા છે.

irfan khan, Etv bharat
irfan khan

By

Published : Apr 25, 2020, 4:43 PM IST

જયપુરઃ બોલીવુડ અભિનેતા ઈરફાન ખાનની માતા સઈદા બેગમનું શનિવારે નિધન થયું છે. સઈદા બેગમ લાંબા સમયથી બિમારી સામે લડી રહ્યાં હતાં. 80 વર્ષીય સઈદા બેગમનું રમઝાનના પહેલા દિવસે જ અવસાન થયું છે. જેમની અંતિમવિધિ સાંજની નમાઝ બાદ કરવામાં આવશે.

કોરોના વાઈરસને લીધે ચાલતાં લોકડાઉનને કારણે અભિનેતા ઈરફાન ખાન માતાની અતિંમયાત્રામાં પહોંચશે કે નહીં એ પણ દુવિધા છે. આપને જણાવી દઈએ કે ઈરફાન ખાનના પિતા યાસીન ખાનનું ઘણા વર્ષો પહેલાં જ અવસાન થયું છે.

ABOUT THE AUTHOR

...view details