મુંબઈ: ઇરફાન ખાનને આઈસીયુમાં દાખલ કર્યા પછી, તેમના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું હતું કે, આંતરડામાં સોજાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
53 વર્ષીય અભિનેતાને મુંબઈની કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇરફાનના પ્રવક્તા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "હા, એ વાત સાચી છે કે ઇરફાન ખાનને કોલોન ઇન્ફેક્શન (આંતરડામાં ચેપ) હોવાથી મુંબઇના કોકિલાબેનના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે તમને અપડેટ આપતા રહીશું.