નવી મુંબઈ : લાંબા સમયથી ટ્યૂમરથી પીડિત અભિનેતા ઇરફાન ખાનની અચાનક તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર અભિનેતા હાલમાં મુંબઇની કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલના આઈસીયુમાં છે.
અભિનેતા ઈરફાન ખાનની તબિયત લથડી, ICUમાં દાખલ - irrfan khan health condition
લાંબા સમયથી ટ્યૂમરથી પીડિત અભિનેતા ઇરફાન ખાનની અચાનક તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર અભિનેતા હાલમાં મુંબઇની કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલના આઈસીયુમાં છે.
અભિનેતા ઈરફાન ખાનની તબિયત લથડી, ICUમાં દાખલ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, 53 વર્ષીય અભિનેતાને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. પત્ની સુતપા સિકદર અને બે પુત્રો તેમની સાથે છે. અભિનેતા ન્યુરોડોક્રાઇન ટ્યૂમરની સારવાર કરાવીને ભારત પાછા આવ્યા હતા. થોડા સમય માટે તે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે.
અભિનેતાની માતાનું ગત શનિવારે જયપુર સ્થિત ઘરે નિધન થયું હતું. જો કે, લોકડાઉનને કારણે, ઇરફાનનું જયપુર જવું શક્ય ન હતું, તેથી અભિનેતાએ વીડિયો કૉલ કરીને માતાના દર્શન કર્યા હતા.