ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રેડ વિસ્તારમાં રહેનારા પણ માણસ જ છે : અભિનેતા ઈકબાલ ખાન - mxplayerwebseris

અભિનેતા ઈકબાલ ખાન ટુંક સમયમાં જ વેબ સીરિઝ 'રાત્રિ કી યાત્રી'માં જોવા મળશે. જેમાં રેડ લાઈટ વિસ્તારની પૃષ્ઠભૂમિ પર આધારિત કહાની છે. જે વ્યકતિને વિચારવા પર મજબૂર કરી દે છે. ઈકબાલ ખાનનું કહેવું છે કે, જો વાત રેડ લાઈટ એરિયામાં રહેનારની આવે છે તો લોકો માણસાઈ ભુલી જાય છે.

iqbal khan
iqbal khan

By

Published : Jul 23, 2020, 9:31 PM IST

મુંબઈ : અભિનેતા ઈકબાલ ખાનનું કહેવું છે કે, જ્યારે રેડ લાઈટ વિસ્તારની કરવામાં આવે છે તો લોકો માણસાઈ ભુલી જાય છે. કારણ કે, આવા સ્થાનને આજે એક સામાજિક કલંકના રુપમાં જોવામાં આવે છે.

વેબ સીરિઝ 'રાત્રિ કી યાત્રી' પર કામ કરવા દરમિયાન તેમણે આ વાતનો અનુભવ કર્યો છે. જેમાં રેડ લાઈટની પૃષ્ઠભૂમિ પર આધારિત 5 શાનદાર કહાની છે.જે લોકોને વિચારવા મજબુર કરે છે. સીરિઝમાં ઈકબાલે એક ઠગના પાત્રમાં છે. જે લોકોને લૂંટી તેમની આજીવિકા પૂરી કરે છે.

ઈકબાલ કહે છે કે, દરેક કહાનીમાં એક એવા પાત્રને રજુ કરાયું છે જે રેડ વિસ્તારમાં આવે છે. સીરિઝ દરમિયાન તેમણે અનુભવ કર્યો કે, વિચારો દરમિયાન કેટલીક વખત લોકો ભુલી જાય છે કે, રેડ વિસ્તારમાં રહેનારા પણ માણસ જ હોય છે.

અનિલ કુમાર દ્વારા નિર્દેશિત એમએક્સ પ્લેયરની આ સીરિઝમાં સુધીર પાંડે, અંજૂ મહેન્દ્ર, બરખા સેનગુપ્તા, પરાગ ત્યાગી, અવિનાશ મુખર્જી, શાહની દોશી રેને ધ્યાની, માનસી શ્રીવાસ્તવ, રેહાના પંડિત અને આકાશદીપ અરોડા જેવા કલાકારો પણ છે.

ABOUT THE AUTHOR

...view details