મુંબઈ : ગીતકાર અને ઈન્ડિયન પર્ફોમિંગ રાઈટસ સોસાયટી (IPRS)ના ચેરમેન જાવેદ અખ્તરે જાહેરાત કરી કે, સોસાયટી દેશ ભરમાં લૉકડાઉન દરમિયાન મ્યૂઝિક ઈન્ડ્રસ્ટીઝના નબળા વર્ગોની મદદ માટે ફંડ આપશે.
અખ્તરની પત્ની અને અભિનેત્રી શબાના આઝમીએ ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે. જેમાં ગીતકાર કહે છે કે, કેવી રીતે નાગરિક કોરોના વાઈરસ પર સરકારને મદદ કરી શકે છે.75 વર્ષીય શાયરે કહ્યું કે, હું ઈન્ડિયન પરફોમિંગ રાઈટસ સોસાયટીનો ચેરમેન છું. આ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સોસાયટી છે, અને અમારી પાસે સંગીતકાર, કંપોજર્સ અને ગીતકારોના રૉયલટીને જમા કરવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે, મારું માનવું છે કે આપણા સમાજમાં, આપણા ક્ષેત્રમાં ,જો તમે આવું કરશો તો આપણે સરકારની મદદ કરી રહ્યા હશું.