ગુજરાત

gujarat

ETV Bharat / sitara

International Yoga Day: 'ધક ધક ગર્લ' માધુરીએ વહેલી સવારે Vrikshasana Yoga કરતો વીડિયો કર્યો શેર - વૃક્ષાસન યોગ

હિન્દી સિનેમાની 'ધક ધક ગર્લ' માધુરી દિક્ષિત (Madhuri Dixit) પોતાની ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે આજે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day)ને ધ્યાનમાં રાખી માધુરી દિક્ષિતે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે યોગ કરતી જોવા મળી રહી છે. જોકે, માધુરીએ 4 દિવસ પહેલાથી જ યોગ દિવસને ધ્યાનમાં રાખી ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી છે. ત્યારે આજે વહેલી સવારે માધુરી દિક્ષિતે વૃક્ષાસન યોગ (Vrikshasana Yoga) કરતો વીડિયો શેર કર્યો હતો.

International Yoga Day: 'ધક ધક ગર્લ' માધુરીએ વહેલી સવારે Vrikshasana Yoga કરતો વીડિયો કર્યો શેર
International Yoga Day: 'ધક ધક ગર્લ' માધુરીએ વહેલી સવારે Vrikshasana Yoga કરતો વીડિયો કર્યો શેર

By

Published : Jun 21, 2021, 11:18 AM IST

  • માધુરી દિક્ષિતે (Madhuri Dixit) ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
  • આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day)ને ધ્યાનમાં રાખી વીડિયો કર્યો શેર
  • વીડિયોમાં માધુરી દિક્ષિત (Madhuri Dixit) વૃક્ષાસન યોગ (Vrikshasana Yoga) કરી રહી છે

આ પણ વાંચો-Bollywood Father's Day Celebration: Actor Sonu Soodએ પૂત્રને 3 કરોડ રૂપિયાની ગાડી ગિફ્ટ કરી

અમદાવાદઃ 'ધક ધક ગર્લ' માધુરી દિક્ષિતે (Madhuri Dixit) ઈન્ટાગ્રામ (Instagram) પર વૃક્ષાસન યોગ (Vrikshasana Yoga) કરતો વીડિયો શેર કર્યો હતો. આ સાથે જ માધુરીએ તમામ લોકોને યોગ કરવા પ્રેરણા આપી હતી. માધુરીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં લખ્યું હતું કે, મને વિશ્વાસ છે કે તમને બધાને પણ યોગ કરવામાં મજા આવશે. આ સાથે માધુરીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) નિમિત્તે વીડિયો શેર કરી તમામ લોકોને સ્વસ્થ રહેવા અને ફીટ રહેવા અપીલ કરી હતી.

માધુરી દિક્ષિતે (Madhuri Dixit) ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો

આ પણ વાંચો-ગાડીમાં પણ નેહા કક્કડથી ડાન્સ કર્યા વિના રહેવાયું નહીં, જાણો કયા ગીત પર ઝૂમી રહી છે નેહા..


ફિટનેસ અંગે ખૂબ જ સજાગ છે માધુરી
માધુરી દિક્ષિતે (Madhuri Dixit) હિન્દી સિનેમામાં પોતાના અભિનય અને ડાન્સથી એક અલગ જ ઓળખ બનાવી છે. ત્યારે તે 54 વર્ષની વયે પણ પોતાની ફિટનેસ અંગે ખૂબ જ સજાગ છે. તે તેના વીડિયો પરથી જ દેખાઈ આવે છે. ત્યારે યોગ દિવસને ધ્યાનમાં રાખી માધુરીએ 4 દિવસ પહેલાથી જ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરવાનું શરૂ કરી દીધું હતું.

ABOUT THE AUTHOR

...view details