- દિના પટનીએ રવિવારે પોતાની કેટ સાથે કરી મસ્તિ
- ઈન્સ્ટાગ્રામ પર શેર કરી 3 ફોટો
- ચાહકો કરી રહ્યા છે ખુબ પસંદ
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટાણી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની સુંદર તસવીરો શેર કરતી રહે છે. દિશા પટાણીએ આ વખતે તેની બિલાડીઓ સાથે રસપ્રદ તસવીરો શેર કરી છે, જેને ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે અને તેઓ જોરદાર ટિપ્પણી કરી રહ્યા છે.
Masti With Cat
દિશા પટનીએ રવિવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રણ ફોટા શેર કર્યા છે. ત્રણેય તસ્વીરોમાં દિશા પટની તેની બિલાડીઓને પ્રેમ કરતી જોવા મળી રહી છે. દિશા પટનીએ 'મેરી જાસ્મિન અને કીટી' કેપ્શન સાથે તેની પોસ્ટ લખી હતી. અભિનેત્રીની આ તસવીરો પર સમાચાર લખાય ત્યાં સુધીમાં 3 કલાકમાં 1 મિલિયનથી વધુ લાઈક્સ મળી.
આ પણ વાંચો : બોલિવૂડ સિંગર નેહા કક્કરે લોકો માટે કરી પ્રાર્થના