ગુજરાત

gujarat

ETV Bharat / sitara

તાંડવ વેબ સિરિઝ મુદ્દે એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાના 4 અધિકારીઓની પુછપરછ - હઝરતગંજ પોલીસ

વેબ સિરિઝ તાંડવમાં વિવાદિત સીન બતાવવા મામલે બુધવારે હઝરતગંજ પોલીસે એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાના ચાર અધિકારીઓની પૂછપરછ કરી હતી. આ તમામ અધિકારીઓને હાલમાં જ નોટિસ પાઠવી નિવેદન નોંધાવવા બોલાવવામાં આવ્યા હતા.

તાંડવ વેબ સિરિઝ મુદ્દે એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાના 4 અધિકારીઓની પુછપરછ
તાંડવ વેબ સિરિઝ મુદ્દે એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાના 4 અધિકારીઓની પુછપરછ

By

Published : Mar 18, 2021, 9:38 AM IST

  • હઝરતગંજ પોલીસે એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાના અધિકારીઓની કરી પુછપરછ
  • તમામ અધિકારીઓને નોટિસ પાઠવ્યા બાદ પુછપરછ માટે બોલાવાયા હતા
  • કંપનીના કન્ટેન્ટ હેડ, સિરિઝના નિર્માતા, નિર્દેશક અને લેખકની પહેલા પુછપરછ કરાઈ

આ પણ વાંચોઃતાંડવ’ વિવાદઃ દેશના અનેક ભાગોમાં આક્રોષ,

લખનઉઃ તાંડવ વેબ સિરિઝમાં વિવાદિત સીન બતાવવા મામલે બુધવારે હઝરતગંજ પોલીસે એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાના ચાર અધિકારીઓની પુછપરછ કરી હતી. આ તમામ અધિકારીઓને હાલમાં જ નોટિસ પાઠવી નિવેદન નોંધાવવા બોલાવવામાં આવ્યા હતા. પોલીસે આ મામલામાં કંપનીના કન્ટેન્ટ હેડ, સિરિઝના નિર્માતા, નિર્દેશક અને લેખકની પહેલા પુછપરછ કરી હતી.

આ પણ વાંચોઃવેબ સિરીઝ તાંડવ વિરુદ્ધ વડોદરામાં ફરિયાદ, હિન્દુઓની લાગણી દુભાવવાના કર્યા આક્ષેપ

DSP મધ્ય સોમન વર્મા પાસે તમામ અધિકારીઓએ નોંધાવ્યું નિવેદન

એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાના 4 મુખ્ય અધિકારીઓ ફાઈનાન્સ હેટ નિશાંત બધેલા, માર્કેટિંગ હેડ માનસ મલ્હોત્રા, પ્રોડક્શન હેડ ગૌરવ ગાંધી અને બિઝનેસ હેડ ભાવિની શેઠ પોતાના વકીલ સાથે બુધવારે બપોરે 12.30 વાગ્યે હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં પુછપરછ ચાલી રહી હતી. તમામ અધિકારીઓએ DSP મધ્ય સોમન વર્મા સામે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details