ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ઓસ્કાર જીતનારી પ્રથમ ભારતીય કોસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ અથૈયાનું 91 વર્ષની ઉમરે નિધન - Richard Attenborough

ઓસ્કાર જીતનારી પ્રથમ ભારતીય મહિલા કોસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ અથૈયાનું 91 વર્ષની ઉમરે નિધન થયું છે. લાંબી બીમારી બાદ તેમના નિવાસસ્થાને તેમનું અવસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, રિચાર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મમાં આથૈયાએ 1983ના ઓસ્કરમાં બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન કેટેગરીમાં એકેડેમી એવોર્ડ જીત્યો હતો.

ઓસ્કાર જીતનારી પ્રથમ ભારતીય કોસ્ચ્યુમ ડિઝાઇનર
ઓસ્કાર જીતનારી પ્રથમ ભારતીય કોસ્ચ્યુમ ડિઝાઇનર
author img

By

Published : Oct 16, 2020, 4:23 AM IST

Updated : Oct 17, 2020, 1:53 PM IST

મુંબઈ: 91 વર્ષના અથૈયાનું લાંબી બીમારી બાદ તેમના નિવાસ્થાને નિધન થયું છે. રિચાર્ડ એટનબરોની 1983માં આવેલી ફિલ્મ ગાંધીમાં તેના કામ માટે તેમને ઓસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. નિર્માતા બોની કપૂર, અભિનેતા સિમી ગરેવાલ અને ડિઝાઇનર નીતા લુલ્લા સહિત બોલિવૂડની અનેક હસ્તીઓએ ગુરુવારે ઓસ્કર વિજેતા કોસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ અથૈયાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

અથૈયાની પુત્રી રાધિકા ગુપ્તાએ જણાવ્યું કે, આઠ વર્ષ પહેલાં કોસ્ચ્યુમ ડિઝાઇનર અથૈયાને મગજમાં ટ્યુમર હોવાનું નિદાન થયું હતું અને છેલ્લા ત્રણ વર્ષથી તેમને પથારીવશ હોવાથી તેમના શરીરની એક બાજૂ લકવાગ્રસ્ત બની ગઈ હતી. તેમના એક નજીકના મિત્ર ગેરેવાલે જણાવ્યું હતું કે, અથૈયા ડિમેન્શિયાથી પીડાતા હતા. તેમને ગાંધી સિવાય કોઈ પણ ફિલ્મ યાદ ન હતી. તેમને જતા જતા અમુલ્ય વારસો છોડી ગયા છે.

બોની કપૂરે આ અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, અથૈયાની સિદ્ધિ દેશવિદેશમાં જાણીતી છે. સંજય કપૂર અને તબ્બુ અભિનિત 1995 નાટક 'પ્રેમ'માં તેમની સાથે સહયોગી બનવા બદલ મારી જાતને ભાગ્યશાળી માનું છું.

કોલ્હાપુરમાં જન્મેલા ભાનુ અથૈયાએ હિન્દી સિનેમામાં કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકેની કારકિર્દીની શરૂઆત ગુરુ દત્તની 1956ની સુપરહિટ 'CID'થી કરી હતી. તેમને જોન મોલો સાથે મહાત્મા તરીકે બેન કિંગ્સલે અને એટનબરોના ગાંધી માટે બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનનો એકેડમી એવોર્ડ પણ જીત્યો હતો. મહાત્મા ગાંધીની ભવ્ય બાયોપિકને આઠ ઓસ્કર એવોર્ડ મળ્યા હતા. 2012માં અથૈયાએ તેમના ઓસ્કરને એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસમાં સલામત રાખવા માટે પરત કર્યો હતો. 5 દાયકા અને 100થી વધુ ફિલ્મોની કારકીર્દિમાં ગુલઝારના રહસ્યમય નાટક 'લેકિન' (1990) અને આશુતોષ ગોવારીકર (2001) દ્વારા નિર્દેશિત પિરિયડ ફિલ્મ 'લગાન' માટે તેમને 2 રાષ્ટ્રીય પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા.

Last Updated : Oct 17, 2020, 1:53 PM IST

ABOUT THE AUTHOR

...view details