ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ભારતીય સેનાએ બૉલીવૂડની ‘શેરની’ વિદ્યા બાલનના નામ પરથી ફાયરિંગ રેન્જને આપ્યું નામ - મહિલા સશક્તિકરણ

તાજેતરમાં રિલીઝ થયેલી ‘શેરની’ ફિલ્મની સફળતાની સાથે મોશન પિક્ચર્સ આર્ટસ અકાદમીમાં સામેલ થવા માટે 395 આમંત્રિતોની યાદીમાંથી એક માત્ર વિદ્યા બાલન(Vidya Balan)નું નામ આવ્યું છે. વિદ્યા બાલને વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે. ગુલમર્ગ, કાશ્મીરમાં એક સૈન્ય ફાયરિંગ રેન્જનું નામ અભિનેત્રીના નામ પરથી રાખવામાં આવ્યું છે.

વિદ્યા બાલન
વિદ્યા બાલન

By

Published : Jul 5, 2021, 9:18 PM IST

  • વિદ્યા બાલન અભિનિત ‘શેરની’ ફિલ્મ સફળ થઈ
  • ભારતીય સેનાએ વિદ્યા બાલનનું સમ્માન કર્યું
  • ગુલમર્ગમાં ફાયરિંગ રેન્જનું નામ વિદ્યા બાલન અપાયુ

ન્યૂઝ ડેસ્ક(Bollywood News): અભિનેત્રી વિદ્યા બાલને(Vidya Balan) તાજેતરમાં કશ્મીરમાં ભારતીય સેના દ્વારા આયોજિત ગુલમર્ગ વિન્ટર ફેસ્ટિવલમાં (Gulmarg Winter Festival) ભાગ લીધો હતો. વિદ્યા બાલનની વિવિધ ઉપલબ્ધિઓનું સમ્માન કરતા ભારતીય સેનાએ (Indian Army) ગુલમર્ગમાં એક સૈન્ય ફાયરિંગ રેન્જનું (Firing Range) નામ વિદ્યા બાલન ફાયરિંગ રેન્જ રાખ્યું છે.

આ પણ વાંચો: વિદ્યા બાલન સ્ટારર 'શેરની' (Shreni) આ તારીખે થઇ રહી છે OTT પર રિલીઝ

ઓફ સ્ક્રીન પણ વિદ્યા સામાજિક મુદ્દાઓ કરે છે રજૂ

પ્રેરણાનો સ્ત્રોત વિદ્યા બાલન મહિલા સશક્તિકરણ (Women Empowerment) અને કેટલાય સામાજિક મુદ્દાને રજૂ કરવામાં હમેશાં આગળ રહી છે. વિદ્યા બાલન રુઢિવાદી અને આત્મપ્રેમ, શરીરની સકારાત્મકતાની સાથે અન્ય સામાજિક મુદ્દાઓ પર વાત કરતી નજરે પડી છે અને સમાજમાં જાગરુકતાનું સર્જન કરે છે. એક પ્રભાવશાળી આઈકોન વિદ્યા બાલને સ્ક્રીન પર પોતાના પાત્રની સાથે સાથે ઓફ સ્ક્રીન મૂલ્યોના માધ્યમની તાકાત, સ્વતંત્રતા અને સાહસને રજૂ કર્યા છે. વિદ્યા બાલનની આ ઉપલબ્ધિઓનું સમ્માન કરતાં ભારતીય સેનાએ અભિનેત્રીના નામ પર ફાયરિંગ રેન્જનું નામ રાખ્યું છે.

ફાયરિંગ રેન્જને મળ્યું વિદ્યા બાલનનું નામ

આ પણ વાંચો:Real Sherni of Gujarat - ગીરના જંગલમાં સિંહો વચ્ચે કામ કરતી ગુજરાતની શેરનીઓ

હવે આવે છે ‘તુમ્હારી સુલુ’

વિદ્યા બાલનની હમણા જ રિલીઝ થયેલી ફિલ્મ ‘શેરની’ની સફળતાથી તે આનંદિત છે. તાજેતરમાં નિર્દેશક સુરેશ ત્રિવેણીની આગામી ફિલ્મ ‘તુમ્હારી સુલુ’ની સાથે તે તૈયાર છે.

ABOUT THE AUTHOR

...view details