- બોલીવૂડ અભિનેત્રી રવીના ટંડને વીડિયો કર્યો પોસ્ટ
- પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂક્યો વીડિયો
- વરસાદમાં પલળતાં કૂતરાને કરી મદદ
મુંબઈઃ રવીના ટંડન બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી છે. જોકે આ દિવસોમાં રવીના ફિલ્મોથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ દ્વારા ચાહકો સાથે સંપર્કમાં રહે છે. રવીના ટંડન સોશિયલ મીડિયા પર પણ સોશિયલ મેસેજ આપતી જોવા મળી રહી છે. તે હંમેશાં દરેક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપે છે. રવીના ટંડનનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે એક કૂતરાંને બચાવતી જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ ચાહકોએ રવીનાની ભરપેટ પ્રશંસા કરી રહ્યાં છે.
કૂતરાંનું બચ્ચું વરસાદથી બચાવ્યું
રવીનાનો વીડિયો તેના @officialraveenatandon ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોવા મળી રહ્યો છે. જે વીડિયોમાં રવીના વરસાદમાં ભીના થઈને પણ કૂતરાંને બચાવી રહી છે. વીડિયોમાં જોવા મળે છે કે રવીના કૂતરાં પાસે જાય છે, તેને પંપાળે છે અને તેને ઊંચકી લે છે અને પોતાની કારમાં મૂકે છે. આ વીડિયોને શેર કરતાં અભિનેત્રીએ લખ્યું છે કે, 'આ નાનકડું પપી છે જે અઢી મહિનાનું છે, પાણીથી ભરેલા રસ્તાને ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તે ઠંડીમાં કાંપી રહ્યું હતું અને ખૂબ જ ડરેલું હતું. આ નાનકડા ફેલાને ડૉક્ટર પાસે લઈ ગઇ હતી અને હવે તે ઠીક છે. જો કોઈ આ પપીને દત્તક લેવા ઇચ્છતું હોય તો અમારો સંપર્ક કરો. આ સુંદર જીવને આપણી મદદની જરૂર છે.