સારા અલી ખાન અને કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ 'લવ આજ કલ'ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ઈમ્તિયાજ અલીને નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મ 2009માં આવેલી 'લવ આજ કલ'ની સિક્વલ છે. તે ફિલ્મમાં સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણે લીડ રોલ પ્લે કર્યો હતો. આ વખતે વેલેન્ટાઈન પર ઈમ્તિયાજ આ ફિલ્મની સિક્વલ લઈને આવી રહ્યાં છે. જેમાં સારા અને કાર્તિક લીડ રોલમાં છે. હાલ બંને સ્ટાર ફિલ્મના પ્રમોશનમાં લાગી ગયા છે.
'લવ આજ કલ'ના 'જોઈ' પાત્ર માટે સારા પર્ફેક્ટ ચોઈસ: ઈમ્તિયાજ અલી
મુંબઈઃ ડાયરેક્ટર ઈમ્તિયાજ અલીની ફિલ્મ 'લવ આજ કલ'નું ટ્રેલર જોયા બાદ દર્શકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. સારા અને કાર્તિક સ્ટારર આ ફિલ્મને લઈ ઈમ્તિયાજ અલીએ અનેક બાબતો જણાવી હતી. આ અંગે ઈમ્તિયાજ અલીએ કહ્યું કે, ફિલ્મના 'જોઈ' પાત્ર માટે સારા બિલકુલ પર્ફેક્ટ ચોઈસ હતી, જેથી સારાની લીડ રોલ માટે પસંદગી થઈ છે.
નિર્દેશન ઇમ્તિયાજ અલીએ પ્રમોશન ઈવેન્ટ દરમિયાન કહ્યું હતું કે, સારા અલી ખાન 'લવ આજ કાલ'ના 'જોઈ' પાત્ર માટે એકદમ પર્ફેક્ટ ચોઈસ હતી. જેથી લીડ રોલ માટે સારાની પસંદગી થઈ છે. આ સાથે જ તેમણે સારાની પ્રશંસા કરતા કહ્યું કે, સારા એક પરંપરાગત ભારતીય હિરોઈનની વ્યાખ્યામાં સામેલ થવાની ક્ષમતા ધરાવે છે.
ફિલ્મના પાત્રને લઈ તેમણે કહ્યું કે, 'જોઈ મારા માટે ખુબ જ મહત્ત્વનું પાત્ર છે. તે એક લાગણીશીલ નાજુક આધુનિક સમયની યુવતી છે. જે બહારથી સખત રહીને પોતાની લાગણીઓને જલદી બહાર લાવતી નથી. તે તેના હ્રદય અને મગજ તથા પ્રોફેશનલ એમ્બિશન અને રોમેન્ટિક સરેન્ડર વચ્ચે વિરાધાભાસ છે. સારા પાસે અસાધારણ વ્યકિતત્વ છે. તેનો દેખાવ, અવાજ તથા તેની અન્ય બાબતો તેને એક કલાકાર તરીકે ઉભરવામાં મદદ કરે છે. આ સાથે જ તે સુલભ અને ઝડપી સમજણશક્તિ ધરાવે છે. જેની પાસે ભારતીય હિરોઈનના ગુણ છે. આ સાથે કામ કરવાની ખુજ મજા આવી છે. હું આગળ પણ તેની સાથે કામ કરવા માંગીશ.'