ગુજરાત

gujarat

ETV Bharat / sitara

હું આ લડતમાં કેન્સરને હરાવીશ: સંજય દત્ત - સંજય દત્ત વાઇરલ વીડિયો

બોલિવૂડ અભિનેતા સંજય દત્ત લાંબા સમયથી કેન્સરની બિમારી સામે ઝઝૂમી રહ્યા છે. સારવાર દરમિયાન ખાસ્સું વજન ગુમાવતા, તેમણે સ્વાસ્થ્ય સુધારવા માટે ફરી વર્કઆઉટ કરવાનું ચાલુ કરી દીધું છે. પોતે ખૂબ જ જલ્દી આ રોગને હરાવી દેશે તેવો આશાવાદ અભિનેતાએ વ્યક્ત કર્યો છે.

હું આ લડતમાં કેન્સરને હરાવીશ: સંજય દત્ત
હું આ લડતમાં કેન્સરને હરાવીશ: સંજય દત્ત

By

Published : Oct 15, 2020, 3:46 PM IST

મુંબઇ: કેન્સરની બિમારી સામે લાંબા સમયથી લડી રહેલા અભિનેતા સંજય દત્તે તેની લડત વિશે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું હતું કે, તે ખૂબ જ જલ્દી આ બિમારીને હરાવશે. 61 વર્ષીય અભિનેતાએ તેમની ફેફસાના કેન્સરની બિમારીના અહેવાલો વચ્ચે ઑગસ્ટમાં જાહેરાત કરી હતી કે તેઓ તેમના કામમાંથી થોડો સમય બ્રેક લઇ તબિયત પર ફોકસ કરવા માંગે છે.

સંજુબાબાએ બુધવારે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેઓ સેલેબ્રીટી હેર સ્ટાઇલીસ્ટ આલીમ હાકીમ પાસેથી હેરકટ કરાવતા નજરે પડ્યા હતા. અભિનેતાએ હેરકટના ભાગરૂપે હાકીમે કરેલા એક ઘસરકાને દર્શાવ્યો અને કહ્યું કે, "આ તાજેતરમાં મળેલો ઘા છે, પણ હુું તેને હરાવી દઇશ. હું ખૂબ જ જલ્દી આ બધામાંથી બહાર નીકળી જઇશ."

અભિનેતા તેમની પત્ની માન્યતા અને બાળકો સાથે કેન્સરની સારવાર માટે દુબઇ શિફ્ટ થયો છે. સારવાર દરમિયાનનો તેમનો એક ફોટો હાલમાં સોશીયલ મીડિયામાં ઘણો વાઇરલ થયો હતો જેમાં તેઓ ખૂબ જ પાતળા દેખાઇ રહ્યા હતા. આ પછી તેમના ચાહકોએ તેમને સ્વાસ્થ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

સંજય હવે 'KGF: ચેપ્ટર- 2' તેમજ રણબીર કપૂર સાથે 'શમશેરા'માં દેખાશે.

ABOUT THE AUTHOR

...view details