ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ઊંઘમાં ચાલવાની આદત છે આ સુંદર અભિનેત્રીને, નહીંતર સવારે પગ સોજાઈ જાય છે ! - અભિનેત્રી ઈલિયાન ડિક્રુઝ

મુંબઈ: અભિનેત્રી ઈલિયાન ડિક્રુઝ એ વાતનો સ્વિકાર કરી લીધો છે કે, તેને રાત્રે ઊંઘમાં ચાલવાની આદત છે. જો તે ઊંઘમાં ન ચાલે તો સાવરે તેના પગમાં સોજો આવી જાય છે, તથા પગમાં બળતરા થવા લાગે છે.

ileana d cruz latest story

By

Published : Sep 14, 2019, 8:24 PM IST

ઈલિયાનાએ શનિવારના રોજ તેની આ વાતનો ખુલાસો પ્રશંસકો સામે કર્યો હતો. તેણે આ વાત સ્વિકારી લીધી હોવાની વાત જણાવી છે કે, તેને રાતે ઊંઘમાં ચાલવાની આદત છે. જો તે આવું ન કરે તો સવારે તેના પગમાં સોજા થઈ આવે છે.

ઈલિયાનાની આ પોસ્ટ વાંચી તેના પ્રશંસકોમાં ઘણો આઘાત લાગ્યો છે. અભિનેત્રી પ્રત્યે તેના ચાહકોની ચિંતામાં વધારો થયો છે. ત્યાર બાદ લોકોએ તેના રુમમાં કેમેરા લગાવાની પણ સલાહ આપી દીધી છે. જો કે, અમુક લોકોએ તો આવી આદતને ભયાનક અને બિહામણી પણ બતાવી છે.

તો વળી આ પોસ્ટ પર અન્ય એક પ્રશંસકે તો ત્યાં સુધી લખી નાખ્યું કે, જ્યારે તમે ઊંઘમાંથી જાગો છો, ત્યારે તમારા જ બેડ પર હોવ છો કે, અન્ય કોઈ જગ્યા પર. જો બીજી કોઈ જગ્યાએ છો અવું જણાય તો આ સ્લિપ વોકિંગ છે.

ABOUT THE AUTHOR

...view details