મુંબઈઃ લોકડાઉન દરમિયાન પરપ્રાંતીય શ્રમિકોને તેમને વતન પહોંચાડવા અનેક સિતારાઓ આગળ આવ્યા છે, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સોનુ સુદ જેવા અનેક કલાકારો પરપ્રાંતી શ્રમિકોની મદદે આવ્યા છે. ત્યારે હવે ઈહાના ઢિલ્લો પણ શ્રમિકો માટે ફંડ એકત્રિત કરવા માટે આગળ આવી છે.
ઇહાનાએ કહ્યું, “પ્રવાસી શ્રમિકો કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાછે. હુ અને મારી ટીમ તેઓ માટે ફંડ એકત્રિત કરી જેથી એ લોકોની મદદ થઈ શકે.”