પોતાની છેલ્લી બન્ને ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' અને 'ઝીરો'નું ઉદાહરણ આપતા શાહરુખે કહ્યું કે, આ ફિલ્મો પર પણ કામ કરતા તેમણે વિચાર્યું કે, તેઓ 'સારી ફિલ્મ' બનાવી રહ્યા છે. જણાવી દઈએ કે, આ ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહોંતી.
તેઓએ આગળ કહ્યું કે, 'અત્યારે એવો દિવસ છે જ્યારે હું ફિલ્મ્સ પર ચર્ચા કરી રહ્યો છું અને હું ખરેખર વિચારી રહ્યો છું કે, આ સારી ફિલ્મ છે. પછી મને લાગે છે કે, મેં છેલ્લી બન્ને ફિલ્મ્સ માટે પણ સારું ફિલ કર્યું હતું. મને ખબર નથી કે, હું તે કરી શકીશ કે નહીં. આ એક સારી ફિલ્મ હશે હું તેની કંઈપણ ગેરંટી આપી શકતો નથી.