ગુજરાત

gujarat

ઈબ્રાહિમ ખાને ટિકટોક વાીડિયો કર્યો શેર, ફેન્સ થયા પાગલ

By

Published : May 13, 2020, 6:50 PM IST

લોકડાઉન દરમિયાન ટિકટોક પર અનેક લોકો સમય પસાર કરી રહ્યાં છે. ત્યારે બૉલીવુડ સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમે પણ પોતાનો એક ટિકટોક વીડિયો શેર કર્યો છે.

Etv Bharat
Ibrahim khan

મુંબઇ: હાલ ચાલી રહેલા લોકડાઉન વચ્ચે અભિનેતા સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન એક ફની ટિકટોક વીડિયો સાથે શેર કર્યો છે. જેમાં તે વિવિધ એક્સપ્રેશન આપતાં દેખાઈ છે.

વીડિયોમાં એક યુવાનની લાગણી દર્શાવવામાં આવી છે, જે ઉત્સાહના ભાવને નિરાશામાં બદલી નાખે છે. વીડિયોમાં જોઈ શકીએ છીએ કે મોબાઇલ પર મેસેજીસ આવી રહ્યાં હોય છે, પણ તેને એવું લાગે કે તે મેસેજીસ કોઈ ખાસ વ્યકિતના હશે, તેથી તે ઉત્સાહ સાથે મેસેજીસ જોવે છે, જ્યારે મેસેજીસ તેની માતાના હોય છે અને તે નિરાશાનો ભાવ દર્શાવે છે.

આ અગાઉ પણ ઈબ્રાહિમે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે પરેશ રાવલ અને અક્ષય કુમારની ફિલ્મ હેરા ફેરીના ડાયલોગની નકલ કરતાં જોવા મળે છે. સોશિયલ મીડિયા પર તેમના વીડિયોને ફેન્સ દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

ઈબ્રાહિમની અભિનયની રૂચિને લઈ સૈફ અલી ખાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે ખુબ જ આકર્ષિત વ્યક્તિ છે. મને નિશ્ચિત રીતે લાગે છે કે મારા તમામ સંતાનો અભિનયમાં રસ ધરાવે છે.

ABOUT THE AUTHOR

...view details