સેક્સ અને હિંસા બાબતે મનોજનું કહેવુ છે કે વેબ સ્પેસ તમને ઘણી સ્વતંત્રતા આપે છે અને આ સ્વતંત્રતા સાથે વ્યક્તિએ ખૂબ જ જવાબદાર રહેવાની જરૂર છે. જ્યારે તેની કોઈ જરૂર ન હોય, તો પછી આંખોને આકર્ષિત કરવા માટે સેક્સ અને હિંસાનો ઉપયોગ કરવા માટે હું સહમત નથી.
હું વેબ સિરીઝમાં સેક્સ અને હિંસાની વિરુદ્ધ છું: મનોજ બાજપેયી - શોર્ટ ફિલ્મ્સ
મુંબઇ: બોલિવૂડના જાણીતા અભિનેતા મનોજ બાજપેયીએ કહ્યું કે, ડિજિટલ ક્ષેત્રે ઘણી સ્વતંત્રતા આપવામાં આવે છે, પરંતુ તેમાં સેક્સ અને હિંસાની વિરુદ્ધ છું. મનોજને વેબ સિરીઝમાં બતાવવામાં આવેલ હિંસા અને સેક્સ સીન પસંદ નથી.
વેબની દુનિયામાં મનોજ નવો નથી. આ અગાઉ તેણે 'કૃતિ' અને 'તાંડવ' શોર્ટ ફિલ્મમાં કામ કર્યું છે. ડિજિટલ સ્પેસમાં કોઈપણ પ્રકારની સેન્સરશીપ અંગે સતત ચર્ચા થઈ રહી છે. આ અગાઉ આપેલા એક ઇન્ટરવ્યુમાં સુપરસ્ટાર સલમાન ખાને કહ્યું હતું કે ડિજિટલ ક્ષેત્રમાં કન્ટેન્ટ માટે સેન્સરશીપ હોવી જોઈએ અને આવા દ્રશ્યો કોઈ હેતુસર કરવા જોઈએ.
પરંતુ મનોજને લાગે છે કે નિર્દશકોને તેમને કન્ટેન્ટ સેન્સર કરવાનો અધિકાર આપવો જોઈએ. તેમણે કહ્યું કે, ડિરેક્ટરને તેમની ફિલ્મ સેન્સર કરવાનો અધિકાર આપવાનું હંમેશાં સારું રહ્યું છે અને તેઓ તે સારુ કરશે. તેમના પર વિશ્વાસ કરવાની જરૂર છે.