- હિન્દી સિનેમાના હીમેન ધર્મેન્દ્રએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
- વીડિયોમાં ચા પીતા-પીતા શૂટિંગ એન્જોય કરી રહ્યા છે ધર્મેન્દ્ર
- ધર્મેન્દ્ર ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના શૂટિંગમાં વ્યસ્ત
અમદાવાદઃ હિન્દી સિનેમાના હીમેન એવા પીઢ અભિનેતા ધર્મેન્દ્ર પોતાની આગામી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ના શૂટિંગમાં વ્યસ્ત છે, ત્યારે ધર્મેન્દ્રએ હાલમાં જ ફિલ્મના સેટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ શૂટિંગને એન્જોય કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ધર્મેન્દ્રની સાથે આ ફિલ્મમાં અભિનેતા રણવીર સિંહ, અભિનેત્રી આલિયા ભટ્ટ, જયા બચ્ચન, શબાના આઝ્મી જેવા દિગ્ગજ કલાકાર જોવા મળશે. ઘણા વર્ષો પછી ધર્મેન્દ્ર અને જયા બચ્ચન એક ફિલ્મમાં સાથે જોવા મળશે. બન્ને દિગ્ગજ કલાકારો એકબીજા સાથે કામ કરવા ઘણા જ ઉત્સુક છે.