- અભિનેતા હ્રિતિક રોશને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
- 'સુપર 30' ફિલ્મના શૂટિંગ દરમિયાનનો વીડિયો કર્યો શેર
- સુપર 30 ફિલ્મને 2 વર્ષ પૂર્ણ થતા હ્રિતિકે વીડિયો શેર કર્યો
ન્યૂઝ ડેસ્ક (Bollywood News): બોલિવૂડ અભિનેતા હ્રિતિક રોશન (Hritik Roshan) ફરી એક વાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. આ વખતે હ્રિતિક રોશને ઈન્સ્ટાગ્રામ પર 2 વર્ષ પહેલાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સુપર 30 (Film Supar 30) ફિલ્મના શૂટિંગ દરમિયાનનો છે. જો કે, ફિલ્મને 2 વર્ષ પૂર્ણ થતા હ્રિતિકે આ વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં હ્રિતિક રોશન તેની જ ફિલ્મ 'કોઈ મિલ ગયા' (Film Koi Mil Gaya)નું એક ગીત ગાતો જોવા મળી રહ્યો છે. સુપર 30 ફિલ્મમાં હ્રિતિક રોશને શિક્ષક આનંદ કુમારનો રોલ કર્યો હતો.
આ પણ વાંચો: Bollywood Gossip: જાણો, શા માટે ફરાહ ખાને હૃતિકને કહ્યો ગ્રીક ગોડ?