ન્યૂઝ ડેસ્ક: હ્રતિક રોશન આ દિવસોમાં ચર્ચામાં છે. જેનું કારણ છે તેની રૂમી ગર્લફ્રેન્ડ સબા આઝાદ. છેલ્લા કેટલાક દિવસોથી બન્ને ઘણીવાર સાથે જોવા મળ્યાં છે. થોડા દિવસો પહેલા, બન્ને એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા, અને હવે એક ફોટો સોશિયલ મીડિયા (Social Media) વાયરલ થઈ રહ્યો છે, જેમાં સબા આઝાદ હ્રતિક રોશન (Hritik Roshan And Saba Azad) અને તેના સમગ્ર પરિવાર સાથે જોવા મળે છે.
આ તસવીર હ્રતિક રોશનના કાકાએ શેર કરી
જણાવીએ કે, આ ફોટો હ્રતિક રોશનના કાકા રાજેશ રોશને શેર કર્યો છે. આ ફોટા પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે અને ચાહકો પણ તેને પસંદ કરી રહ્યા છે.
આ પણ વાંચો:દીપિકા પાદુકોણ, અનન્યા પાંડે ગહરાઇયાંની સક્સેસ બેશમાં છવાઈ..જુઓ તસવીરો
રાજેશ રોશને લખ્યું...
રોશન પરિવારનો આ ફોટો શેર કરતા રાજેશ રોશને લખ્યું, 'ખુશી હંમેશા આસપાસ હોય છે... ખાસ તો રવિવારે અને તે પણ લંચ પર.' આ પોસ્ટ પર કોમેન્ટ કરતા ઋત્વિક રોશને લખ્યું, 'કાકાએ કહ્યું તે બિલકુલ સાચું છે અને તમે સૌથી મજેદાર છો.' એટલું જ નહીં, આ ફોટોની સાથે લંચનો ફોટો પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં કેળાના પાન પર લંચ પીરસવામાં આવ્યું છે.
ફેન્સે કરી આવી કોમેન્ટ...
સોશિયલ મીડિયા પર આ પરિવારની અંગત પળોમાં સબા આઝાદ જોવા મળતા ફેન્સ પણ કોમેન્ટ કરવામાં પાછળ નથી રહ્યાં..એક યૂઝરે એવું કહ્યું છે કે, હવે કોઇ નહી કહે કે, બાપ અને બેટીની જોડી..તો એક યૂઝરે કહ્યું કે, હ્રતિકને આવા બાળકો મળે..
આ પણ વાંચો:Hijab Row: સુપર મોડલ બેલા હદીદે હિજાબ વિવાદ પર આપી પ્રતિક્રિયા, કહ્યું....