મુંબઇ: કોવિડ-19 રોગચાળો સમાપ્ત થયા બાદ અને સામાન્યતા પુન:સ્થાપિત થયા બાદ રિતિક રોશનની 2019માં રિલિઝ થયેલી હિટ ફિલ્મ 'સુપર 30' ચીનમાં રજૂ થશે. જોકે, સેન્સરની પ્રક્રિયામાં આ ફિલ્મ અટવાઈ છે.
ફિલ્મની પ્રોડક્શન કંપનીના CEO શિબાશિષ સરકારે કહ્યું કે, ચીનમાં લોકડાઉન પહેલા સેન્સર બોર્ડ પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યું છે અને તેમને આશા છે કે, આ ફિલ્મ વિદેશી જમીન પર પણ સફળતા હાંસલ કરશે.
'સુપર 30'ની વાર્તા આનંદ કુમારના જીવન પર આધારિત છે, જે ગરીબ બાળકો માટે IIT-JEE પરીક્ષા માટે મફત કોચિંગ આપે છે અને તેનું કેન્દ્રનું નામ સુપર 30 છે. ફેન્ટમ ફિલ્મ્સ અને રિલાયન્સ એન્ટરટેનમેન્ટ દ્વારા સંયુક્ત રીતે બનાવેલી આ ફિલ્મનું દિગ્દર્શન વિકાસ બહલ કર્યું હતું, જેમાં હૃતિક રોશન, મૃણાલ ઠાકુર ઉપરાંત અમિત સાધ અને નંદિશ સંધુ મુખ્ય ભૂમિકામાં હતાં.
આ ફિલ્મે ભારતમાં 100 કરોડનો આંકડો પણ પાર કરી લીધો હતો. ક્રિટિક્સે ફિલ્મની પ્રશંસા કરી હતી. આ ફિલ્મ ઘણા રાજ્યોમાં પણ કરમુક્ત જાહેર કરાઈ હતી.