મુંબઈઃ બૉલીવુડ અભિનેતા ઋતિક રોશન યુવાઓ માટે એક ફિટનેસ આઈકન તો છે જ, પરંતુ તેના 70 વર્ષીય પિતા અને ફિલ્મ નિર્માતા રાકેશ રોશન પણ કાંઈ ઓછા નથી. સોમવારે ઋતિક રોશને તેના પિતા રાકેશ રોશનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જિમમાં પરસેવો પાડતાં જોવા મળે છે.
ઋતિક રોશને પિતા રાકેશ રોશનનો વીડિયો શેર કર્યો, કહ્યું 'ડૈડી કુલ' - બૉલીવુડ ન્યૂજ
ઋતિક રોશને પોતાના પિતા રાકેશ રોશનનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં રાકેશ રોશન જીમમાં પરસેવો પાડતાં દેખાઈ રહ્યા છે.
Hrithik Roshan
ઋતિક રોશને વીડિયો શેર કરતા લખ્યું છે કે, 'એકલા, આના પર! @rakeshroshan9 #70રનિંગ17 #ડેૈડી કુલ. કોઈ પણ બીજી વસ્તુ કરતાં તમારામાંથી વધારે મને પ્રેરણા મળે છે'
નોંધનીય છે કેે, ઋતિક રોશને લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદ લોકોને 1.2 લાખ ફુડ પેકેટ વિતરણ કર્યા હતાં. બૉલીવુડના અનેક સ્ટાર્સ આ સંકટની ઘડીમાં લોકોને મદદ કરી રહ્યાં છે.
Last Updated : Apr 13, 2020, 8:36 PM IST