મુંબઇ: ઋતિક રોશન સ્ટારર ફિલ્મ 'સુપર 30' તે આનંદ કુમારના જીવન પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મને સોમવારે રિલીઝ થયાને એક વર્ષ પૂર્ણ થયા છે.આ ફિલ્મમાં ઋતિક રોશને બિહારના ગણિતશાસ્ત્રીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
આ ફિલ્મના એક વર્ષ પૂર્ણ થવા પ્રસંગે અભિનેતાએ એક વીડિયો શેર કર્યો અને આ ફિલ્મનો ભાગ રહેલા બધા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ફિલ્મ માટે ઋતિક રોશને ઘણી મેહનત કરી હતી.
વાસ્તવિક શિક્ષક આનંદ કુમારે આ ફિલ્મને લઇને કહ્યું હતું કે, ફિલ્મ સુપર 30 માં તેમનું પાત્ર તેવી રીતે જ ભજવવામાં આવ્યું છે જેમ હું મારા વાસ્વિક જીવનમાં છું. ફિલ્મ 'સુપર 30' વર્ષ 2019 ની સૌથી લોકપ્રિય ફિલ્મ હતી.
ફિલ્મની કેટલીક તસવીરો શેર કરતા અભિનેત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે, "વિશ્વાસ નથી થતું કે,આ ફિલ્મને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. "સુપર 30" ફિલ્મને ખાસ બનાવવા બદલ આભાર."
આ ફિલ્મ બિહારના મેથમેટિશિયન આનંદ કુમારના જીવન પર આધારિત છે. જેનો રોલ ઋત્વિક રોશને કર્યો છે.