ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ઋત્વિકના ફોટા પર ફેન્સે પૂછ્યો પ્રશ્ન, અભિનેતાએ આપ્યો આ જવાબ... - ऋतिक रोशन ने फैन के सवाल का दिया जवाब

દેશભરમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે, બોલીવૂડ અભિનેતા ઋત્વિક રોશનની પૂર્વ પત્ની સુઝાનખાને ઋત્વિક અને બંને બાળકોનો ફોટો શેર કર્યો હતો. જેમાં તે ત્રણેય બાલ્કનીમાં સાથે જોવા મળી રહ્યા છે. આ ફોટો જોયા પછી ઋત્વિકના એક ફેન્સે તેને પૂછ્યું, આ ફોટામાં તમારી પાસે સિગારેટ છે? અભિનેતાએ જવાબ આપતા કહ્યુ કે, "હું સ્મોક કરતો નથી"

ઋત્વિકના ફોટા પર ફેન્સે પૂછ્યો પ્રશ્ન, અભિનેતાએ આપ્યો આ જવાબ...
ઋત્વિકના ફોટા પર ફેન્સે પૂછ્યો પ્રશ્ન, અભિનેતાએ આપ્યો આ જવાબ...

By

Published : Apr 27, 2020, 4:41 PM IST

મુંબઈ: દેશભરમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે, બોલીવૂડ અભિનેતા ઋત્વિક રોશનની પૂર્વ પત્ની સુઝાનખાને ઋત્વિક અને બંને બાળકોનો ફોટો શેર કર્યો હતો. જેમાં તે ત્રણેય બાલ્કનીમાં સાથે જોવા મળી રહ્યા છે. આ ફોટો જોયા પછી ઋત્વિકના એક ફેન્સે તેને પૂછ્યું, આ ફોટામાં તમારી પાસે સિગારેટ છે? અભિનેતાએ જવાબ આપતા કહ્યુ કે, "હું સ્મોક કરતો નથી"

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે આ દિવસોમાં દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. જેથી દરેક લોકો સામાન્યથી લઇ સેલેબ્રેટી પણ તેમના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે.

ત્યારે, ઋત્વિક રોશન અને સુઝાન ખાન પણ ડિવોર્સ થઇ ગયા હોવા છતાં તેમના બંને બાળકો માટે ટેમ્પરરી સાથે રહી રહ્યા છે. ઋત્વિક રોશન અને સુઝાન ખાનને બે પુત્રો છે, જેનું નામ રિહાન અને રિધન છે.

સુઝૈને ઋત્વિક અને બંને બાળકોનો ફોટો શેર કર્યો છે. આ ફોટો જોયા પછી એક ફેન્સે ઋત્વિકને સવાલ પૂછ્યો હતો કે, બાળકો સાથે સમય પસાર કરતી વખતે, શું તમારા હાથમાં સિગારેટ છે? અથવા તે મારો ભ્રમ છે. હું આશા રાખું છું કે, તમે સ્મોક નહીં કરો, મને ખૂબ ખરાબ લાગશે.

ઋત્વિકે તેનો જવાબ આપતા લખ્યું કે, હું સિગારેટ પીતો નથી, એટલે કે હું નોન સ્મોકર છું. અને જો હું ખરેખર કૃષિ હોત, તો આ વાયરસ ખતમ થયા પછી હું પહેલુ કામ આ પૃથ્વી પરથી સિગારેટને દૂર કરેત

અભિનેતાના જવાબ પછી તેના ફેન્સ ખૂબ ખુશ થયા હતા. તેણે લખ્યું કે, હું ખૂબ ખુશ છું કે, તમે મારા પ્રશ્નનો જવાબ આપ્યો. હું તમારી કેર કરુ છું. અને તમને ખૂબ પ્રેમ કરું છું. જવાબ માટે આભાર માન્યો હતો.

તમને જણાવી દઇએ કે જ્યારે સુઝાન, ઋત્વિક અને બાળકો તેની સાથે રહેવા તેના ઘરે આવ્યા હતા, ત્યારે ઋત્વિક રોશને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી હતી, જેમાં તેણે સુઝાનને સપોર્ટીવ અને સમજદાર કહી હતી. ઋત્વિક લખ્યું છે કે, લોકડાઉનના સમયમાં એક માતા પિતા માટે બાળકોથી દુર રહેવાનું વિચાર પણ ન આવે.

ABOUT THE AUTHOR

...view details