ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરે શનિવારે શિબાની દાંડેકર સાથે લગ્ન (Farhan Akhatr And Shibani Dandekar Wedding) કરી લીધા છે. આ પ્રસંગે લગ્નમાં પરિવાર, સંબંધીઓ, મિત્રો અને કેટલાક બોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા હતા, ત્યારે ફરહાનના મિત્ર અને બોલિવૂડ એક્ટર હ્હ્રિતિકરોશને લગ્નમાં જોરદાર ડાન્સ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે.
યુઝર્સે સોશિયલ મીડિયા પર કોમેન્ટો કરી
આ વાયરલ થઈ રહેલા વિડિયોમાં જોઈ શકાય છે કે, હૃતિક રોશન કુર્તા-પાયજામાંમાં ફરહાન અખ્તર સાથે તેની જ ફિલ્મ ઝિંદગી ના મિલેગી દોબારાના હિટ ગીત સેનોરીટા પર જોરદાર ડાન્સ કરી રહ્યો છે. આ પહેલા યુઝર્સે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફરહાન અને શિબાનીના લગ્નની તસવીરોથી અનુમાન લગાવવાનું શરૂ કર્યું હતું. શિબાનીએ લગ્નમાં રેડ-ક્રીમ કોમ્બિનેશન ગાઉન પહેર્યું હતું. શિબાનીની તસવીરો જોઈને યુઝર્સ ચોંકી ગયા છે.
આ પણ વાંચો:The Kashmir Files Trailer Release date: 'ધ કાશ્મીર ફાઇલ્સ'નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ