હાલમાં સોશિયલ મીડિયા ટ્રેન્ડ લિસ્ટમાં દીપિકા પાદુકોણ અને ઋતિક રોશનનું નામ જોવા મળ્યું છે. આ બંને સ્ટાર્સે સાથે કોઈ ફિલ્મ સાઇન નથી કરી પણ તેમનો એક વીડિયો ટ્રેન્ડ થઈ રહ્યો છે. જેમાં હૃતિક પોતાના હાથે દીપિકાને ચોકલેટી કેક ખવડાવતો નજરે ચડે છે. આ પછી બંને કેમેરાને સાથે પોઝ આપે છે. હકીકતમાં દીપિકાએ થોડા દિવસ પહેલાં નિવેદન આપ્યું હતું કે વોર ફિલ્મમાં ઋતિક બિલકુલ 'Death By Chocolate' કેક જેવો લાગે છે. આ કારણે રોહિણી ઐયરની હાઉસ પાર્ટીમાં ઋતિકે પછી દીપિકાને આ ખાસ કેક ચખાડી દીધી છે.
ઋતિકે પોતાના હાથે દીપિકાને ખવડાવી કેક - Death By Chocolate
મુંબઇ : બોલીવુડ અભિનેત્રી દિપિકા પાદુકોણ અને અત્રિનેતા ઋતિક રોશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ઋતિક દીપિકાને પોતાના હાથે કેક ખવડાવી રહ્યો છે.
હૃતિકે પોતાના હાથે દીપિકાને ખવડાવી કેક
ફિલ્મ વૉરની સક્સેસ પાર્ટીમાં દીપિકા પાદુકોણ અને ઋતિક રોશનની સ્પેશિયલ બૉન્ડિંગનો એક વીડિયો ફેન્સને ઘણો જ પસંદ આવી રહ્યો છે. જેમાં ઋતિક દીપિકાને ચોકલેટી કેક ખવડાવી રહ્યો છે. અને બંને સ્ટાર્સ કેમેરાને ક્યૂટ પોઝ આપે છે. રોહિણી અય્યરની હાઉસ પાર્ટીનો આ વીડિયો તેના ફેન્સને ઘણો જ પસંદ આવી રહ્યો છે. જ્યાં અનિલ કપૂર, યામી ગૌતમ, કાર્તિક આર્યનથી લઇ ઘણાં સ્ટાર્સ આવ્યા હતા. બ્લેક આઉટફીટમાં દીપિકા તેની બહેન અનિષા સાથે આવી હતી.