ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Hrithik Roshan B'day: રિતિક રોશનની આ બીમારી સામે ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા - Hrithik Roshan's film 'Kaho Na Pyaar Hai'

રિતિક રોશન સોમવારે તેનો 48મો જન્મદિવસ ઉજવી(Hrithik Roshan B'day) રહ્યો છે. નોંધનીય છે કે 21 વર્ષની ઉંમરે રિતિક રોશનની આ ગંભીર બીમારી સામે ડોક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા હતા.

Hrithik Roshan B'day: રિતિક રોશનની આ બીમારી સામે ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા
Hrithik Roshan B'day: રિતિક રોશનની આ બીમારી સામે ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા

By

Published : Jan 10, 2022, 1:16 PM IST

હૈદરાબાદ:'ગ્રીક ગોડ' તરીકે ઓળખાતા બોલિવૂડના પહેલા સુપરહીરો રિતિક રોશનનો 48મો( Hrithik Roshan birthday )સોમવારે (10 જાન્યુઆરી) જન્મદિવસ છે. રિતિક રોશન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મહેનતુ કલાકારોમાંથી એક છે. રિતિકના સેક્સી લુક સામે બોલિવૂડ અને હોલીવુડના કલાકારો પણ ટકી શકતા નથી. રિતિક પાસે મજબૂત અભિનય અને ઉત્તમ નૃત્ય કૌશલ્ય છે. એક સમય એવો હતો જ્યારે રિતિકને એક બિમારીએ ઘેરી લીધું હતું અને તેની બીમારી સામે ઉભેલા ડોક્ટરે અભિનેતાને એક્ટિંગની દુનિયા છોડી દેવાનું કહ્યું હતું. રિતિકના જન્મદિવસના અવસર પરઆપણે જાણીશું તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ અને રસપ્રદ વાતો.

રિતિક રોશન

રિતિકના આ ધમાકાને ફેન્સ ભૂલી શક્યા નથી

રિતિક રોશને ફિલ્મ 'કહો ના પ્યાર હૈ'(Hrithik Roshan's film 'Kaho Na Pyaar Hai' ) (2000) દ્વારા અભિનેતા તરીકે ફિલ્મ ઉદ્યોગમાં મજબૂત પદાર્પણ કર્યું હતું. ભાગ્યે જ કોઈ એવું હશે જે આ ફિલ્મ વિશે જાણતું ન હોય. રિતિકની પહેલી ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' 21મી સદીની શરૂઆતની મેગાબ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી. રિતિક રોશન તેની પહેલી જ ફિલ્મથી વિશ્વભરમાં ફેમસ થઈ ગયો હતો. આ ફિલ્મમાં રિતિકે તેના બીજા રોલમાં ડાન્સ અને સ્ટાઈલથી જે સર્જન કર્યું તે ચાહકો ભૂલ્યા નથી.

રિતિક રોશન

બાળપણમાં કમાવાનું શરૂ કરી દીધુ

બહુ ઓછા લોકો જાણે છે કે રિતિક રોશન પણ બાળ કલાકાર રહી ચુક્યો છે. રિતિક ફિલ્મી પૃષ્ઠભૂમિનો છે, તેથી તેણે બાળપણથી જ તેની અભિનયને નિખારવાનું શરૂ કર્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિતિક રોશનના દાદા ઓમ પ્રકાશ રોશને તેને ફિલ્મ 'આશા'માં બાળ કલાકાર તરીકે ઉછેર્યો હતો. આ ફિલ્મ માટે રિતિકને 100 રૂપિયા ફી મળી હતી.

રિતિક રોશન

સેટ પર સાવરણી લગાવી અને ચા પણ બનાવી

રિતિક રોશનની અંદર ડાન્સ કરવાની સ્કિલ બાળપણથી જ છે. એ શરૂઆત થી એક્ટર બનવાના સપના જોતો હતો. તે તેમના પિતા સાથે અસિસ્ટેન્ટનું કામ કરતો હોતો. આ દરમિન રિતિકે જાડુ પણ લગાવ્યું અને ઘણી વાર ચા પણ બનાવવાનું કામ કર્યું છે.

રિતિક રોશન

લગ્ન માટે આવ્યા હતા 30 હજાર પ્રપોજર

વાત માનવામાં મુશ્કેલ છે. મિડીયા રીપોર્ટ અનુસાર ફિલ્મ કહો ના પ્યાર હૈ પછી રિતિક માટે છોકરીઓ દીવાની થઈ હતી. વર્ષ 2000ના વેલેન્ટાઈન ડે નિમિત્તે તેમના ઘરે લગ્નના 30 હજાર પ્રસ્તાવ આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, હૃતિક હાલમાં ડિવોર્સ લાઈફ જીવી રહ્યો છે.

રિતિક રોશન

દૂર કરી તેમના અંદરની ખામીઓ

રિતિક રોશનને શરૂઆતના તબક્કામાં સ્ટમરિંગની સમસ્યા હતી. આ સમસ્યાને દૂર કરવા માટે તેણે સ્પીચ થેરાપી કરાવી. રિતિક પણ ખૂબ જ પાતળો હતો, આ માટે તેણે જીમમાં ઘણો પરસેવો પાડ્યો હતો. આ પછી, તેણે તેની ડાન્સ કુશળતાને પૂર્ણ કરવા માટે તેના પર સખત મહેનત કરી.

રિતિક રોશન

ડૉક્ટરે હાથ ઊંચા કર્યા

મીડિયા અનુસાર, માત્ર 21 વર્ષની ઉંમરે રિતિક રોશનને સ્કોલિયોસિસ નામની બીમારી થઈ ગઈ હતી. આ રોગમાં કરોડરજ્જુને નુકસાન થાય છે અને તે S આકારની થવા લાગે છે. રિતિકને આ હાલતમાં ડૉક્ટરે કહ્યું હતું કે તેણે એક્ટિંગથી દૂર થઈ જવું જોઈએ, નહીં તો તેને મોટું નુકસાન વેઠવું પડી શકે છે, પરંતુ રિતિકે સ્વાસ્થ્ય પ્રત્યેની મહેનતથી પોતાને સાજો કરી લીધો અને ડૉક્ટરોને ખોટા સાબિત કર્યા.

રિતિક રોશન

જાતે કરે છે સ્ટંટ

રિતિકના વ્યક્તિત્વ અને સ્ટાઈલના ઘણા ચાહકો છે. ફિલ્મોમાં તેનો દેખાવ ચાહકો માટે મોટી વાત છે. તે અભિનયમાં માહેર છે. સાથે જ ફિલ્મોમાં એક્શન અને સ્ટંટની પણ ચર્ચા હોય છે, તેથી રિતિક પણ તે કરવામાં પાછળ રહેતો નથી. રિતિકે ફિલ્મ 'ઝિંદગી ના મિલેગી દોબારા'માં ખતરનાક સ્ટંટ કર્યા હતા.

આ પણ વાંચોઃkatrina vicky one month anniversary : એક મહિનાની વર્ષગાંઠ પર કેટરીનાએ શેર કરી આ તસવીર, ફેન્સે કહ્યું...

આ પણ વાંચોઃCorona Review Meeting : કેન્દ્રીય પ્રધાન માંડવિયા ગુજરાત સહિત પાંચ રાજ્યોના આરોગ્ય પ્રધાનો સાથે કરશે સમીક્ષા બેઠક

ABOUT THE AUTHOR

...view details