ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Hritik Roshan and saba Azad: હૃતિક રોશન અને સબા આઝાદે આપ્યો ચર્ચાને વેગ - મુંબઈના બાંદ્રા રેસ્ટોરન્ટ

હૃતિક રોશન હાલ સબા આઝાદ (Hrithik Roshan and Saba Azad) સાથેની મિત્રતાના કારણે ચર્ચામાં છે. હાલમાં જ હૃતિક રોશન મુંબઈના એક રેસ્ટોરન્ટ (Mumbai resturants) બહાર સબા આઝાદ સાથે જોવા મળ્યો હતો. હવે ફરી એકવાર હૃતિક રોશન સબા આઝાદ સાથે જોવા મળ્યો છે. જાણો શું કામ?

Hritik Roshan and saba Azad: હૃતિક રોશન અને સબા આઝાદે આપ્યો ચર્ચાને વેગ
Hritik Roshan and saba Azad: હૃતિક રોશન અને સબા આઝાદે આપ્યો ચર્ચાને વેગ

By

Published : Feb 5, 2022, 11:30 AM IST

મુંબઈઃબોલિવૂડના હેન્ડસમ બોય હૃતિક રોશન અને સુઝૈન ખાનથી અલગ થયાને લાંબો સમય થઇ ગયો છે. બન્નેના ડિવોર્સના સમાચાર સમગ્ર બી-ટાઉન માટે ખૂબ જ આઘાતજનક હતા. ડેવોર્સ બાદ, જ્યારે સુઝૈન ખાન અર્સલાન ગોની સાથેની મિત્રતાને લઈને ચર્ચામાં છે, ત્યારે હવે હૃતિક રોશન પણ સબા આઝાદ સાથેની મિત્રતાને લઈને ચર્ચામાં આવી ગયો છે. હાલમાં જ હૃતિક રોશન મુંબઈના એક રેસ્ટોરન્ટ (Mumbai resturants) બહાર સબા આઝાદ (Hrithik Roshan and Saba Azad) સાથે જોવા મળ્યો હતો, જે બાદ બન્નેની વિશે ચર્ચાઓ વેગ પકડ્યો છે.

હૃતિક રોશન તેની રૂમર્ડ લેડી લવ સાથે ફરી ચર્ચામાં

હૃતિક રોશન તેની રૂમર્ડ લેડી લવ સબા આઝાદ (Hrithik Roshan And Rumored Lady Love Saba Azad) સાથે ફરી એકવાર મુંબઈના બાંદ્રાના એક રેસ્ટોરન્ટમાં (Bandra Restaurant Mumbai) જોવા મળ્યો હતો. સબાએ પાપારાઝીને જોતાની સાથે જ તે વાળથી પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી.

આ પણ વાંચો:RRR અને રાધે શ્યામ સહિતની 6 ફિલ્મોની કઇ તારીખે થશે રિલીઝ?

ચાહકોની ઉત્સુકતા, શું હૃતિક સબા આઝાદને ડેટ કરી રહ્યો છે?

આ દરમિયાન બન્નેએ એકબીજાનો હાથ પકડયો હતો અને હવે ફરી એકવાર હૃતિક રોશન સબા આઝાદ સાથે જોવા મળ્યો છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. હૃતિક અને સબા ફરી એકવાર સાથે જોવા મળ્યા બાદ તેમના ડેટિંગ સમાચારોએ જોર પકડ્યું છે. બન્નેની તસવીરો જોયા બાદ ચાહકો એ જાણવા ઉત્સુક છે કે શું હૃતિક રોશન સબા આઝાદને ડેટ કરી રહ્યો છે?

આ પણ વાંચો:કરીના કપૂર, પ્રિયંકા ચોપરા અને કંગના રનૌતમાંથી રિયાલિટી શોના હોસ્ટ તરીકે કોણ મારશે એન્ટ્રી?

ABOUT THE AUTHOR

...view details