- બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા (Bollywood Actress Malaika Arora) સોશિયલ મીડિયામાં હંમેશાં રહે છે ચર્ચામાં
- મલાઈકાના ડાન્સથી લઈ તેની ફિટનેસની સમગ્ર જગ્યાએ ચર્ચા
- મલાઈકાની ફિટનેસ આજકાલની અભિનેત્રીને ટક્કર આપે તેવી છે
મલાઈકા સોશિયલ મીડિયામાં હંમેશાં રહે છે ચર્ચામાં
અમદાવાદઃ બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા (Bollywood Actress Malaika Arora), બોલીવુડના રસીકો આ નામથી કદાચ અજાણ નહીં જ હોય. મલાઈકા અરોરા એવી અભિનેત્રી છે કે જે પોતાના ડાન્સથી લઈને પોતાની ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. અત્યારે તેની ઉંમર 47 વર્ષની છે તેમ છતાં તેણે આજકાલની અભિનેત્રીને ટક્કર આપે તેવી ફિટનેસ રાખી છે.
મલાઈકાની ફિટનેસ આજકાલની અભિનેત્રીને ટક્કર આપે તેવી છે આ પણ વાંચોઃ‘Paani Paani ’ ગીત પર જેકલીન ફર્નાડિન્સનો જોરદાર ડાન્સ
મલાઈકા લોકોને ફિટ રહેવા પ્રેરણા આપે છેમલાઈકા કોઈક વાર અર્જુન કપુર સાથે અફેર તો કેટલીક વાર ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોઝના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે મલાઈકા ઈન્સ્ટાગ્રામ પર યોગ કરતા ફોટોઝ અપલોડ કરી અન્ય લોકોને પણ ફિટ રહેવા પ્રેરણા આપી રહી છે. જોકે, તેણે ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા ફોટોઝમાં તે ખૂબ જ ફિટ અને આકર્ષક લાગી રહી છે.
મલાઈકાની ફિટનેસ આજકાલની અભિનેત્રીને ટક્કર આપે તેવી છે આ પણ વાંચોઃBollywood actress Kangana Ranaut એ સોશિયલ મીડિયા પર મૂકી વિવાદી પોસ્ટ
યોગના આસન અને ડાન્સના મૂવ એકદમ સરળતાથી કરી લે છેમલાઈકા દરરોજ તેના ફેન્સ માટે નવા નવા ફોટોઝ અપલોડ કરતી રહે છે. ડાન્સ મૂવ હોય કે યોગાનું કોઈ આસન મલાઈકા બધું એકદમ સરળતાથી કરી લે છે.