ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Bollywood Actor Salman Khanએ કઈ રીતે કેટરીના કૈફને જન્મદિવસની શુભેચ્છા આપી? જુઓ - ફેન્સે ફોટો પર કમેન્ટ કરી

બોલિવુડ અભિનેત્રી કેટરીના કૈફે (Bollywood actress Katrina Kaif) શુક્રવારે પોતાનો 38મો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારે બોલિવુડના તમામ કલાકારોએ કેટરીનાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. બીજી તરફ સૌની નજર અભિનેતા સલમાન ખાન (Bollywood Actor Salman Khan) પર હતી. તો સલમાન ખાને પણ કેટરીનાને ખાસ પ્રકારે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

Bollywood Actor Salman Khanએ કઈ રીતે કેટરીના કૈફને જન્મદિવસની શુભેચ્છા આપી? જુઓ
Bollywood Actor Salman Khanએ કઈ રીતે કેટરીના કૈફને જન્મદિવસની શુભેચ્છા આપી? જુઓ

By

Published : Jul 17, 2021, 2:26 PM IST

  • અભિનેત્રી કેટરીના કૈફે (Bollywood actress Katrina Kaif) શુક્રવારે ઉજવ્યો 38મો જન્મદિવસ
  • અભિનેતા સલમાન ખાને (Bollywood Actor Salman Khan) ઈન્સ્ટાગ્રામ (Instagram) પર ફોટો શેર કરી કેટરીનાને જન્મદિવસની આપી શુભેચ્છા
  • સલમાન ખાને (Bollywood Actor Salman Khan) શેર કરેલા ફોટોમાં કેટરીના સલમાનનું માઈક સરખું કરી રહી છે

આ પણ વાંચોઃRRR film making video Release: વીડિયોમાં કલાકારોની એકશન અને શાનદાર સેટની જોવા મળી ઝલક

અમદાવાદઃ બોલિવુડ અભિનેતા સલમાન ખાન (Bollywood Actor Salman Khan) અને અભિનેત્રી કેટરીના કેફ (Bollywood actress Katrina Kaif) ની દોસ્તી કોઈનાથી છુપી નથી. સલમાન ખાને કેટરીનાને બોલિવુડમાં (Bollywood) ઘણી મદદ કરી છે. તે સૌ કોઈ જાણે છે. ત્યારે કેટરીના કૈફે શુક્રવારે પોતાનો 38મો જન્મદિવસ ઉજવ્યો હતો. તો સલમાન ખાને પણ કેટરીનાને એક અલગ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર કેટરીના સાથે એક ફોટો શેર કર્યો હતો. આ ફોટોના કેપ્શનમાં સલમાન ખાને લખ્યું હતું કે, કેટરીનાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. જીવનમાં ઘણો પ્રેમ અને સન્માન મળે.

અભિનેતા સલમાન ખાને (Bollywood Actor Salman Khan) ઈન્સ્ટાગ્રામ (Instagram) પર ફોટો શેર કરી કેટરીનાને જન્મદિવસની આપી શુભેચ્છા

આ પણ વાંચોઃજાણો, હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર પરેશ રાવલ ગુજરાતી ફિલ્મોમાં 40 વર્ષ બાદ કઈ ફિલ્મથી કરશે કમબેક?

ફોટોમાં કેટરીના સલમાનનું માઈક સરખું કરી રહી છે

જોકે, સલમાન ખાને શેર કરેલો ફોટો વર્ષ 2019નો છે. જ્યારે તે બંને ફિલ્મ ભારતના પ્રમોશન માટે એક રિયાલિટી શોમાં (Reality Show) ગયા હતા. સલમાને શેર કરેલા ફોટોમાં કેટરીના સલમાનના કોલર પાસે માઈકને સરખું કરી રહી છે. બીજી તરફ સલમાન ખાને કેટરીનાને આ પ્રકારે શુભેચ્છા પાઠવતા બંનેના ફેન્સ ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. આ સાથે જ અનેક ફેન્સે ફોટો પર કમેન્ટ કરી હતી. એક યુઝર્સે તો ફોટોમાં કમેન્ટ કરતા લખ્યું હતું કે, ભાઈએ ભાભીને જન્મદિવસની શુભેચ્છા આપી દીધી. આપને જણાવી દઈએ કે, કેટરીના કૈફ હવે આગામી ફિલ્મ 'ફોન ભૂત'માં સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે જોવા મળશે. આ સાથે જ કેટરીનાની સૂર્યવંશી ફિલ્મ પણ આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details