ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'હાઉસફુલ 4'નું પોસ્ટર રિલીઝ, અક્ષય આવી રહ્યો છે ડબલ રોલમાં... - અક્ષય કુમાર

મુંબઇ: ખેલાડી અક્ષય કુમારની મલ્ટિસ્ટારર કોમેડી ફિલ્મ સિરીઝ 'હાઉસફુલ 4'નું પોસ્ટર રિલીઝ થયું છે. જેમાં અક્ષય કુમારનું પાત્ર બાલા અને હેરીનો લૂક રિલીઝ થયો છે. પોસ્ટરમાં અક્ષય કુમાર ડબલ રોલમાં દેખાઈ રહ્યો છે.

Etv Bharat

By

Published : Sep 25, 2019, 3:21 PM IST

ઉલ્લેખનીય છે કે, મેકર્સે અક્ષયના આ શાનદાર લુકને બુધવારના રોજ રિલીઝ કર્યો છે. પોસ્ટરમાં અક્ષય બે જુદા-જુદા પોશાકમાં દેખાય રહ્યો છે. જેમાં શાહી લુકમાં રાજકુમાર બાલા એકદમ દમદાર લાગી રહ્યો છે. પોસ્ટરમાં અક્ષય વોરિયર મોડમાં નજરે આવી રહ્યો છે. પોસ્ટરમાં ફિલ્મ મેકર્સે ટેગલાઈન આપી છે કે, 'બાલા શૈતાન કા સાલા'

સૌજન્ય: ટ્વિટર

જો ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો, 'હાઉસફુલ-4' માં નવાઝુદ્દીન સિદ્દીકી, રાણા દિગ્ગુબતી, કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ, પૂજા હેગડે, ચંકી પાંડે, જોની લિવર તેમજ બોમન ઇરાની સાથે સ્ક્રિન શેર કરતા જોવા મળશે. ફિલ્મમાં કોમેડી સાથે પુનર્જન્મનું ફ્લેવર ઉમેરાયું છે.

આ ફિલ્મમાં બે સમયગાળાની સ્ટોરી છે જેમાં પુનર્જન્મની વાત પણ છે. તેમજ આ ફિલ્મ પુનર્જન્મની થીમની આસપાસ ફરતી રહે છે. સાજિદ નડિયાદવાલા નિર્માતા આ ફિલ્મ દિવાળી પર મોટા પડદે ટકરાવશે.

ABOUT THE AUTHOR

...view details