- શ્રોફ પરિવારની પુત્રી ક્રિષ્નાએ ફરી મચાવી ધૂમ
- જેકી શ્રોફની પુત્રી અને ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્નાએ મચાવી ધૂમ
- ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકીનીમાં ફોટો શેર કર્યો
મુંબઈઃ બોલીવૂડનો એક્શન હીરો અને ડાન્સિંગ એકટર ટાઈગર શ્રોફે ( Tiger Shroff's sister )ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ટાઈગરે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ટાઈગરની જેમ તેની બહેન ( Krishna ) ક્રિષ્ના શ્રોફ પણ તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.
ક્રિષ્ના શ્રોફે ( Krishna Shroff )બોલીવુડમાં ડેબ્યૂ નથી કર્યું પણ તે બિકિની તસવીરો અને વીડિયો દ્વારા તે ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તેને કારણે ઈન્સ્ટાગ્રામ પર તેના જબરા ફેન ફોલોઈંગ છે. તેની દરેક પોસ્ટ સોશિયલ મીડિયા પર આવે કે તરત તે વાયરલ થઈ જાય છે. ફરી એકવાર ક્રિષ્ના શ્રોફે ( Krishna Shroff ) બિકીની તસવીરો મૂકીને ઈન્ટરનેટ પર આગ લગાડી દીધી છે.