મુંબઈ: બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલે પોતાની એક તસવીર શેર કરી છે. જેમાં તે બાલકનીમાં બેઠેલો જોવા મળે છે. તેમણે ચાહકોને ચક્રવાત નિસર્ગના કારણે સલામત રહેવા વિનંતી કરી હતી. મુંબઈની આજુબાજુ 100 કિમી પ્રતિ કલાકની પવનની અપેક્ષા સાથે અલીબાગમાં ભૂસ્ખલનની સંભાવના છે.
અભિનેતા વિકી કૌશલે ચક્રવાત નિસર્ગને લઇ લોકોને ઘરમાં રહેવાની કરી અપીલ - ચક્રવાત નિસર્ગ
વિકી કૌશલે પોતાની એક તસવીર શેર કરી હતી. જેમાં તે તેની બાલ્કનીમાં બેઠો છે અને કંઇ વિચાર કરી રહ્યો છે. અભિનેતાએ મુંબઇમાં આવતા ચક્રવાત નિર્સગ અંગે ચિંતા વ્યક્ત કરી અને દરેકને તેમના ઘરે સુરક્ષિત રહેવા જણાવ્યું હતું.
32 વર્ષીય અભિનેતાએ વરસાદ પહેલા વાદળોની સુંદર તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તે ખુરશી પર બેઠા જોવા મળે છે, સાથે સાથે તે કંઇક વિચાર કરી રહ્યો છે. તસવીર સાથેના કેપ્શનમાં વિકીએ લખ્યું છે કે, "આશા છે કે આ વરસાદ ખુશી લાવે, બધા સલામત રહો."
વરૂણ ધવન સહિત અનેક હસ્તીઓ અને ચાહકોને તેમની આ પોસ્ટ ગમી. તેને ફોટો શેરિંગ પ્લેટફોર્મ પર 3.8 લાખથી વધુ લાઈક્સ મળ્યા છે. ભારતના હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે, ચક્રવાત નિસર્ગના કારણે અલીબાગ નજીક ભૂસ્ખલનની સંભાવના છે.