- હોળીના આ ગીતો બનાવશે હોળીને સ્પેશિયલ
- બોલિવૂડના ધમાકેદાર ગીતો હોળીને મનોરંજક, રોમાંચ અને રંગથી ભરે દે છે
- હિન્દી ફિલ્મોમાં હોળીની સિક્વન્સ આ ગીતો લગાવે છે ચાર ચાંદ
પટના: હોળી રંગોનો તહેવાર છે. બોલિવૂડના ધમાકેદાર ગીતો આ તહેવારને મનોરંજક, રોમાંચ અને રંગથી ભરે છે. હિન્દી ફિલ્મોમાં હોળી સિક્વન્સ ફિલ્મને ચાર ચાંદ લગાવે છે. પછી ભલે તે અમિતાભની 'રંગ બરસે' હોય અથવા અક્ષયની 'લેટ્સ પ્લે હોલી ' હોય. આવા જ કેટલાક ગીતો પર એક નજર...
પ્રથમ ગીત છે જેને હોળીના દિવસે ભૂલી શકાય નહીં, તેમાં શામેલ છે અમિતાભ બચ્ચવનનું 'રંગ બરસે'. આ ગીત 1981ની ફિલ્મ 'સિલસિલા'નું એક લોકપ્રિય ગીત છે. આ ગીત અમિતાભ બચ્ચને તેમના અવાજમાં ગાયું છે અને ભારતના સૌથી પ્રસિદ્ધ ગીતોમાંથી એક કહેવામાં આવે છે. સંગીતના નિર્દેશક હતા શિવ-હરિ.
1971ની ફિલ્મ 'કટિ પતંગ' નું પ્રસિદ્ધ હોળી ગીત 'આજના છોડેંગે' માં રાજેશ ખન્ના અને આશા પારેખની સદાબહાર કેમેસ્ટ્રી જોવા મળી હતી. આ ગીત હોળીના દિવસે સંભળાય છે અને માહોલને રોમાંચિત કરી દે છે.
અમિતાભની ફિલ્મ 'બાગબાન' નું ગીત 'હોલી ખેલે રઘુવીરા' પણ એક ઉત્સાહપૂર્વકની હોળી ગીતના રૂપમાં ઘ્યાન આકર્ષિત કરે છે. ગીતમાં સદાબહાર અભિનેત્રી હેમા માલિની અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન રંગની છોળો ઉડાડતા ખુશીમાં વધારો કરે છે.
આ પણ વાંચો: હોળીની શુભેચ્છા: વડાપ્રધાન મોદી સહિત દેશ-વિદેશના નેતાઓએ પાઠવી શુભેચ્છા