ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પી.વી. સિંધૂએ ર્સજ્યો ઇતિહાસ, બોલીવૂડ કલાકારોએ પાઠવી શુભેચ્છાઓ - ગર્વ

મુંબઈઃ પી.વી. સિંધૂએ રવિવારના રોજ 'બૈડમિંટન વર્લ્ડ ફેડરેશન (BWF)'ના વર્લ્ડ ચૈંપિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ ર્સજ્યો હતો. આ ક્ષણે દેશ તેના પર ગર્વ અનુભવી રહ્યો છે.

pvshindhu

By

Published : Aug 26, 2019, 11:02 AM IST

રવિવારે બૈડમિંટન ખેલાડી પી. વી. સિંધૂએ બૈડમિંટન વર્લ્ડ ફેડરેશન (BWF)'ના વર્લ્ડ ચૈંપિયનશિપને જીતવા વાળી પ્રથમ ભારતીય મહિલા બની છે. તેની આ સિદ્ધીને બોલીવૂડના અનેક અદાકારો બિરદાવી રહ્યાં છે. સોશિયલ મીડિયા થકી તેને અભિનંદન પાઠવ્યાં છે. જેમાં શાહરુખ ખાન, અનુપમ ખેર ,તાપસી પન્નૂ અને કરણ જોહરના સહિતના દિગ્ગજોએ તેની સિદ્ધીને વધાવી લીધી છે.

સિંધૂએ જાપાનની ખેલાડી નોજોમી ઓકૂહારાને સીધી રમતમાં 21-7,21-7થી હરાવીને બેસલ, સ્વિઝરલેન્ડમાં વુમન્સ સિંગલનુ ટાઈટલ પોતાના નામે કર્યુ હતું.

સિંધૂની ઐતિહાસિક જીતને સલામ કરતા સુપરસ્ટાર શારુખાને ટિ્વટ કર્યુ કે,"પીવી સિંધૂને વર્લ્ડ ચૈંપિયનશિપમાં ગોલ્ડ જીતવા માટે ખૂબ અભિનંદન, તમારી કુશળતા પર દેશવાસીઓને ગર્વ છે અને આવી જ રીતે ઈતિહાસ રચતા રહો!"

અભિનેત્રી તાપસી પન્નૂ પણ બૈડમિંટન લીગમાં એક ટીમની માલકિન છે, તેણે લખ્યું કે," ફાઇનલી!!!!!! લેડિસ એન્ડ જેન્ટલમેન, ચાલો સ્વાગત કરીએ નવી વર્લ્ડ ચૈંપિયન પીવી સિંધૂનુ ફાઈનલી ગોલ્ડ."

તાપસી પન્નુનુ ટવિટ

અનુપમ ખેરે પણ સિંધૂની જીતને લોકો માટે પ્રેરણારુપ બતાવતા ટ્વીટ કર્યુ કે, "પ્યારી પીવી સીંધૂને વર્લ્ડ ચૈંપિયન બનવા માટે અભિનંદન. આ જીતે દેશના દરેક ભારતીયને ગર્વનો અનુભવ કરાવ્યો છે. ખુશીની આ ક્ષણો આપવા માટે ધન્યવાદ,જય હો, જય હિંદ."

અનુપમ ખેરનું ટવિટ

ફિલ્મમેકર કરન જોહરે લખ્યું કે," ભારત માટે આ ખુબ ખુશીનો અવસર છે. શ્રેષ્ઠ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અભિનંદન."

આ સુપરસ્ટાર સિવાય સુનીલ શેટ્ટી, સિંગર સોનુ નિગમ, અનુષ્કા શર્મા,આર. માધવન, રકૂલ પ્રીત સિંહ અને સોનૂ સૂદ સહિત ઘણા સ્ટારે સોશ્યલ મિડીયા પર આ ઐતિહાસિક જીતની શુભેસ્છાઓ પાઠવી હતી.


Conclusion:

ABOUT THE AUTHOR

...view details