ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'બિગ બોસ 13' ફેમ વિકાસ ફાટકેએ અકેતા કપૂર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ - હિન્દુસ્તાની ભાઉ

હિન્દુસ્તાની ભાઉ તરીકે જાણીતા વિકાસ ફાટકએ એકતા કપૂરની વેબ સીરીઝ પર ભારતીય સેનાના સન્માનને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવતા ખાર પોલીસ સ્ટેશનમાં નિર્માતા સામે ફરિયાદ નોંધાવી છે.

'બિગ બોસ 13' ફેમ વિકાસ ફાટકેએ અકેતા કપૂર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
'બિગ બોસ 13' ફેમ વિકાસ ફાટકેએ અકેતા કપૂર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

By

Published : Jun 1, 2020, 9:58 PM IST

મુંબઈ: 'બિગ બોસ 13'માં જોવા મળેલા હિન્દુસ્તાની ભાઉના નામથી જાણીતા મુંબઈના વિકાસ ફાટકે ફિલ્મ અને ટીવી નિર્માતા એકતા કપૂર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ભાઉ કહે છે કે, નિર્માતાની વેબ સીરીઝમાં સેક્સ સીનને ખોટી રીતે શૂટ કર્યો છે. તેમના કહેવા મુજબ, તે દ્રશ્ય ભારતીય સેના અને તેમના પરિવારની છબીને બદનામ કરે છે અને આ યોગ્ય નથી.

ઇન્સ્ટાગ્રામ પર 1.9 મિલિયન ફોલોઅર્સ ધરાવતા હિન્દુસ્તાની ભાઉએ સોમવારે આઈજીટીવીનો એક વીડિયો શેર કર્યો હતો અને તેણે શા માટે આ કર્યું તે પણ સમજાવ્યું હતું.તેમના કહેવા મુજબ, એકતા કપૂરની વેબ સિરીઝમાં સેનાના અધિકારીની પત્ની સાથે એક સેક્સ સીન દર્શાવવામાં આવ્યું હતું. તે કહે છે કે આર્મી ઓફિસરની પત્ની તેના પતિની ગેરહાજરીમાં તેના મિત્રને બોલાવે છે અને તેની સાથે સંબધ બાંધે છે. આ સીન આર્મીના સન્માનને ઠેસ પહોંચાડવા જેવું છે.

જેના આધારે ભાઉએ એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર વિરુદ્ધ શહેરના ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ભાઉએ ગતરોજ એક પોસ્ટ શેર કરી હતી અને કહ્યું હતું કે, તેઓ એક મોટી સેલિબ્રિટી સામે એફઆઈઆર નોંધાવી હતી.

ABOUT THE AUTHOR

...view details