ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'બુલબુલ' ને લઇને અનુષ્કા શર્મા થઇ ટ્રોલ, હિન્દુસ્તાની ભાઉએ ઉઠાવ્યા સવાલ - બોયકોટનેટફિલ્કસ ટ્રેન્ડ

'બિગ બોસ' ફેમ હિન્દુસ્તાની ભાઉએ હવે અનુષ્કા શર્માની તાજેતરની ફિલ્મ 'બુલબુલ'ના લોકગીત પર સવાલ ઉઠાવ્યો છે, જેમાં રાધા વિશે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય લોકો 'બુલબુલ'ના ગીત પર હિન્દુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવીને ફિલ્મના નિર્માતા પર આરોપ લગાવી રહ્યાં છે.

અનુશ્કા
અનુશ્કા

By

Published : Jun 30, 2020, 3:47 PM IST

મુંબઈ: અનુષ્કા શર્માના પ્રોડક્શન બેનર હેઠળ બનેલી તાજેતરની ફિલ્મ 'બુલબુલ' ને સોશિયલ મીડિયા પર ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેનુ કારણ ફિલ્માં આવતું જૂનુ બંગાળી ગીત છે.

'કલંકિની રાધા' નામનું એક ગીત જેનો નજીકનો અર્થ થાય છે 'કલંકિની રાધા'. ઇન્ટરનેટ વપરાશકારો ગીતના શબ્દોને લઇને ગુસ્સે છે જેમાં રાધાને નકારાત્મક રીતે રજૂ કરવામાં આવી હતી.

શબ્દ ઉપરાંત પણ એ વાતની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કે ગીતમાં એક સમય પર સબટાઇટલમાં રાધા માટે અપશબ્દ પણ વાપરવામાં આવ્યા છે.

આ થઇ રહેલી ટીકાઓમાં 'બિગ બોસ 13' ના ફેમ હિન્દુસ્તાની ભાઉ પણ જોડાઇ ગયા છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઓફિસને ટેગ કરીને ટ્વિટ કર્યું કે, અનુષ્કા શર્માની બુલબુલ વેબ સિરીઝ પર ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાને અપમાનજનક શબ્દોથી અપમાનિત કરવામાં આવી છે, શું આવા લોકો પર સરકાર કાર્યવાહી કરશે? એકતા કપૂર પર હજી સુધી કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી? આવા લોકો કેટલા સમય સુધી આપણા દેશને બદનામ કરશે. ' @CMOMaharashtra

જો કે, એક જૂથ એવું પણ છે જે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ બંગાળી લોકગીત છે જે અનુષ્કાએ નથી લખ્યું.

ABOUT THE AUTHOR

...view details