હિન્દી સિનેમા જગતના પ્રખ્યાત ખલનાયક પ્રેમ ચોપરાના જીવન પર આધારિત ભાષાંતરિત પુસ્તક 'પ્રેમ નામ હૈ મેરા પ્રેમ ચોપરા'નું નવી દિલ્હીમાં વિશ્વ પુસ્તક મેળામાં વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેમણે તેમની ફિલ્મી સફરના ખાટા મીઠા અનુભવો વિશે વાતચીત કરી અને તેમના લોકપ્રિય સંવાદો પણ સંભળાવ્યા. તેમના જીવનના સંઘર્ષથી માંડીને સફળતા સુધીની તમામ વાતો આ પુસ્તકમાં લખાયેલી છે, જે વાંચીને તેમના પ્રશંસકોને આનંદ થશે. આ પુસ્તક અંગ્રેજીમાં એટલું પ્રખ્યાત થયું કે, તેના હિન્દી સંસ્કરણની પણ માંગ ઉઠી. તેમણે કહ્યું કે, તેમને ગર્વ છે કે તેમની પુત્રીએ તેમના જીવન પર આ પુસ્તક લખ્યું છે.
'પ્રેમ નામ હૈ મેરા પ્રેમ ચોપરા': હિન્દી સિનેમાના પ્રખ્યાત ખલનાયક પ્રેમ ચોપરા પર લખાયું પુસ્તક - famous bollywood villain prem chopra
નવી દિલ્હી: પ્રગતિ મેદાન ખાતે ચાલી રહેલા 28માં વિશ્વ પુસ્તક મેળામાં હિન્દી સિનેમા જગતના પ્રખ્યાત ખલનાયક, પ્રેમ ચોપરાના જીવન પર આધારિત 'પ્રેમ નામ હૈ મેરા પ્રેમ ચોપરા' પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક પાંચ વર્ષ પહેલાં તેમની પુત્રી રકિતા નંદા દ્વારા અંગ્રેજીમાં લખાયેલું હતું. જેનું શ્રુતિ અગ્રવાલ દ્વારા હિન્દીમાં ભાષાંતર કરવામાં આવ્યું છે. આ પુસ્તક યશ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરાયું છે.
'પ્રેમ નામ હૈ મેરા પ્રેમ ચોપરા': હિન્દી સિનેમાના પ્રખ્યાત ખલનાયક પ્રેમ ચોપરા પર લખાયું પુસ્તક
ફિલ્મી દુનિયાના બદલાતા તબક્કા વિશે તેમણે કહ્યું કે, પહેલાની ફિલ્મોમાં ફક્ત વાર્તાને આધારે ફિલ્મો હિટ થતી, પરંતુ આજે વાર્તાથી લઇને ટેક્નોલોજી સુધી બધુ સારુ થઈ ગયું છે. પોતાની આગામી ફિલ્મો વિશે જણાવતા તેમણે કહ્યું કે, હોલીવૂડ ફિલ્મ 'ધ લાઈન ઓફ ડેસેન્ટ' આવી રહી છે. ઉપરાંત હાલમાં બોલીવૂડ ફિલ્મ 'બંટી ઓર બબલી'ના શૂટિંગમાં પણ તેઓ વ્યસ્ત છે.