મુંબઈ: સોનમે ટ્વીટમાં લખ્યું હતું કે, "હા હું મારા પિતાની દીકરી છું, હું તેમના કારણે અહી છું અને તે વાતનો મને ગર્વ છે. આ મારું કર્મ છે કે હું આ ઘરમાં પેદા થઈ છું અને મારા પિતાએ ઘણી મહેનત કરી અહી સુધી મને પહોચાડી છે જેનો મને ગર્વ છે."
આ ટ્વીટને લઈને સોનમ સતત ટ્વીટર પર ટ્રોલ થઈ રહી છે.
આ વાતને લઈને હિના ખાનના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલે સોનમ પર નિશાન સાધ્યું હતું અને તેને જણાવ્યું હતું કે “એ તમામ લોકો જે એમ કહી રહ્યા છે કે બોલિવૂડમાં તેમને ભાઈ-ભત્રીજા વાદને લીધે કામ નથી મળ્યું અને અત્યારે તેઓ જ્યાં છે તે તેમના પૂર્વ જન્મના કર્મો છે. આ હિસાબે તો તેમનો આગળનો જન્મ કેટલો સારો હશે. સોનમ કપૂર, પુરા સન્માન સાથે, મને એમ હતું કે સારું લખશો, પરંતુ આમાં પણ તમે તમારા પિતાના નામનો ઉપયોગ કર્યો.”
"આવા વિચારોને લીધે જ દુનિયામાં કોસ્મિક બેલેન્સ ખરાબ થાય છે. ત્યારે જ એક ગરીબ રસ્તા પર રહે છે. કેમ કે, એક અમીર દરેક વાતમાં મહત્વાકાંક્ષી હોય છે. ખોટું કામ કરવું તેને તમે કર્મનું નામ આપી રહ્યા છો. કમ સે કમ તમે સત્યનો સ્વીકાર તો કર્યો. આ વાતની હું સરાહના કરું છુ."
સુશાંતના નિધન બાદ નેપોટિઝમનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જેને પગલે બોલિવૂડના તમામ સ્ટાર સંતાનો પ્રત્યે સોશીયલ મીડિયા પર આક્રોશ જોવા મળી રહ્યો છે.