મુંબઈઃ બૉલિવૂડ સંગીતકાર, અભિનેતા અને સિંગર હિમેશ રેશમિયા કોવિડ-19ને લીધેલા લાદેલા લોકડાઉનમાં વિવિધ ક્રિએટિવ પ્રવૃત્તિઓ કરી સમય પસાર કરી રહ્યાં છે.
લોકડાઉનઃ હિમેશ રેશમિયા કઈંક આ રીતે સમય પસાર કરી રહ્યાં છે... - બૉલીવુડ લોકડાઉન
લોકડાઉન દરમિયાન બૉલિવૂડ સ્ટાર્સ પોત પોતાના કામને બહેતર બનાવવામાં માટે પ્રયાસો કરી રહ્યાંં છે. સિંગર અને અભિનેતા હિમેશ રેશમિયા લોકડાઉનનો સમય ગતીની નવી રચના કરવામાં વિતાવી રહ્યાં છે.
લોકાડઉનને લઈ હિમેશે કહ્યું કે, 'હું ક્વોરનટાઈન સમયમાં ખુદને અનેક વસ્તુઓમાં વ્યસ્ત રાખી રહ્યો છું, હું મારા દિવસો વર્કઆઉટસ નવા ગીતોની રચના કરવા અને નવી સ્ક્રિપ્ત વાંચવામાં વિતાવી રહ્યો છું. હું ફિલ્મ, સંગીત અને મનોરંજનની દુનિયામાં અનેક યોજના બનાવી રહ્યો છે.'
ક્વોરનટાઈન પર ગીત બનાવવા અંગે હિમેશને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, 'નહીં, મેં હજી સુધી ક્વોરનટાઈન પર કોઈ ગીત લખ્યું નથી, પરંતુ કેટલાક રોમેન્ટિક અને ડાન્સ સોન્ગસની રચના કરી છે. મને વિશ્વાસ છેે કે મારા પ્રંશસકો એ ગીતોનો ખુબ આનંદ લેશે.'