મ્યુઝીક ડાયરેક્ટરથી બોલિવુડ સ્ટાર બની ગયેલા હિમેશ રેશમિયા બુધવારે પોતાની આવનાર ફિલ્મ 'હેપ્પી હાર્ડી હીર'ના પ્રમોશન માટે પત્ની સોનાલી સાથે સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે પોતાના ફિલ્મમાં ગીતને સ્વર આપનાર રાનુ મંડલના ગેર વર્તનમાં રાનુ મંડલનો બચાવ કર્યો હતો. હિમેશે જણાવ્યું કે, વીડિયો થોડીક મિનિટનો છે. જેથી, વાસ્તવિક શું ઘટના બની હતી, તે કહેવું મુશ્કેલ છે. તેમ છતાં આ સમગ્ર ઘટના અંગે રાનુ મંડલનું નિવેદન આવવું ખૂબ જરૂરી છે.
હિમેશ રેશમિયા સુરતની મુલાકાતે, રાનુ મંડલનો કર્યો બચાવ - હિમેશ રેશમિયા સુરતમાં
સુરત: પોતાના ગેરવર્તનને લઈ વિવાદોમાં આવેલી રાનુ મંડલનો હિમેશ રેશમિયાનો બચાવ કર્યો હતો. પોતાની આવનાર ફિલ્મ 'હેપ્પી હાર્ડી હીર'ના પ્રમોશન માટે હિમેશ રેશમિયા બુધવારે સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે રાનુ મંડલનો પક્ષ લઇને બચાવમાં નિવેદન આપ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, લોકો રાનુ મંડલને ટ્રોલ કરી રહ્યા છે. ક્યારેક તેના વીડિયોને લઈને તો ક્યારેય તેમના મેકઅપને લઈને, પરંતુ વાસ્તવિકતા શું છે તે રાનુ મંડલના નિવેદન સાથે જ જાણી શકાય છે. હિમેશે આગળ કહ્યું કે, જ્યારે મેં રાનુ મંડલનો ગેરવર્તન વાળો વીડિયો જોયો હતો. ત્યારે, હું પણ આશ્ચર્ય ચકિત થઈ ગયો હતો. તેમ છતાં રાનુનું મંતવ્ય જાણવું ખૂબ જરૂરી છે. સાથે જ તેમણે સલાહ આપી હતી કે, જે ચાહકો એક સામાન્ય વ્યક્તિને સ્ટાર બનાવી દેતા હોય એવા ચાહકોને ક્યારેય નિરાશ કરવા ન જોઈએ.