ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ફિલ્મ 'ગુંજન સક્સેના-કારગિલ ગર્લ'ની સ્ટ્રીમિંગ પર સ્ટે મૂકવા પર હાઈકોર્ટેનો ઇન્કાર - over-the-top

દિલ્હી હાઇકોર્ટે બુધવારે નેટફિલક્સ ફિલ્મ 'ગુંજન સક્સેના-કારગિલ ગર્લ'ની સ્ટ્રીમિંગ પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો છે. કેન્દ્ર એ પોતાની અરજીમાં કહ્યું હતું કે, આ ફિલ્મમાં ભારતીય વાયુ સેનાની ખરાબ છબી વિશે દર્શવવામાં આવ્યું છે.

ગુંજન સક્સેના
ગુંજન સક્સેના

By

Published : Sep 2, 2020, 2:46 PM IST

નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે બુધવારે નેટફિલક્સ ફિલ્મ'ગુંજન સક્સેના - કારગિલ ગર્લ'ની સ્ટ્રીમિંગ પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો છે. કેન્દ્રએ પોતાની અરજીમાં કહ્યું હતું કે,આ ફિલ્મમાં ભારતીય વાયુ સેનાની ખરાબ છબી વિશે દર્શવવામાં આવ્યું છે.

ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જસ્ટિસ રાજીવ શાકધરે કેન્દ્રને કેમ પૂછ્યું અને કહ્યું કે હવે આ ફિલ્મ રોકાઈ નહીં શકાય કેમ કે ફિલ્મ પહેલાથી જ સ્ટ્રીમ થઈ રહી છે.

જસ્ટિસ રાજીવ શાકધરે કેન્દ્રને પૂછ્યું કે, ઓવર ધ ટોપ (OTT) પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ થવાના પહેલા તેમણે કોર્ટનો સંપર્ક કેમ ન કર્યો અને કહ્યું કે,હવે આ ફિલ્મ પર સ્ટે નથી મૂકી શકતા. કરાણ કે, ફિલ્મને રિલીઝ થયાને ઘણો સમય વિતી ગયો છે.

કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ સંજય જૈને કહ્યું કે, આ ફિલ્મે ભારતીય વાયુસેનાની છબીને કલંકિત કરી છે, કારણ કે આ ફિલ્મમાં સ્ત્રી પુરૂષને લઇ ભેદભાવ દર્શાવવામાં આવ્યો છે, જે સાચું નથી.

હાઈકોર્ટે ફિલ્મનું નિર્માણ કરનારી ધર્મ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ અને નેટફ્લિક્સ તરફથી ફિલ્મનું સ્ટ્રીમિંગ બંધ કરવાની કેન્દ્રની અરજીનો જવાબ માગ્યો હતો. કોર્ટે કહ્યું કે તેમનો મત છે કે ફ્લાઇટના પૂર્વ લેફ્ટનન્ટ ગુંજન સક્સેનાને પણ આ કેસમાં પક્ષકાર બનાવવો જોઇએ અને નોટિસ ફટકારીને જવાબ માગવો જોઇએ. આ ફિલ્મ 12 ઓગસ્ટે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details