- લવ રંજન સાથેની આર.કે. બેનરની એનિમલ ફિલ્મની કરાઈ ઘોષણા
- પાત્રની પ્રકૃતિ પ્રાણી જેવી બને છે માટે તેનું શિર્ષક 'એનિમલ'
- રણબીરનો વોઇસઓવર ફિલ્મના વિષયની ઝલક આપે છે
મુંબઈ: બોલિવૂડ સ્ટાર રણબીર કપૂરે નવા વર્ષની શરૂઆત તેની આગામી ફિલ્મ એનિમલની ઘોષણા સાથે કરી છે. પરિણીતી ચોપડા, અનિલ કપૂર અને બોબી દેઓલ પણ તેમાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ એક ક્રાઈમ ડ્રામા છે.
રણબીર સાથે બે ફિલ્મોનું નિર્માણ ચાલી રહ્યું છે
કબીરસિંહના નિર્માતા સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત એનિમલ વિશે ભૂષણ કુમારે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તે રણબીર સાથે એક નહીં પરંતુ બે ફિલ્મોનું નિર્માણ કરી રહ્યો છે. ટી-સીરીઝના હેડ હોંચો તેમજ લવ રંજન સાથેની આર.કે. બેનરની એનિમલ ફિલ્મનું સમર્થન કરશે. ભૂષણ કુમારે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, લવ રંજન સાથે રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મનું શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ગયું છે. બાકીની ફિલ્મનું શૂટિંગ જલ્દીથી પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ અમે રણબીર કપૂર અને કબીરસિંહને દિગ્દર્શિત સંદીપ વાંગા સાથે એનિમલનું શૂટિંગ કરીશું. જે અમે ઓક્ટોબર સુધીમાં શરૂ કરીશું.